QS World University Rankings 2024: દુનિયાની ટૉપ યૂનિવર્સિટીઓના રેન્કિંગને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ક્વાક્યૂરેલી સઇમન્ડ્સ (Quacquarelli Symonds) (QS) વર્લ્ડ યૂનિવર્સિટી રેન્કિંગ્સ 2024 સામે આવી ચૂક્યુ છે, જેમાં ભારતની કેટલીય IIT, IISc અને યૂનિવર્સિટીઓ પણ સામેલ છે. જોકે, આ વર્ષે IISc બેંગ્લૉરે તેના રેન્કિંગમાં ખુબ પછડાટ ખાધી છે.
ગયા વર્ષે IISc બેંગ્લૉરે 155મી રેન્ક હાંસલ કરી હતી. આ વર્ષે જ્યારે સંસ્થા રેન્કિંગમાં ખુબ નીચે ઉતરી ગઇ છે, ત્યારે IISc બેંગ્લૉરે 225મી રેન્ક મેળવી છે, વળી, IIT બોમ્બે ગયા વર્ષે 172માં સ્થાને હતું, તો વખતે તેમાં સુધારો આવ્યો છે, અને IIT બોમ્બે 149માં સ્થાને છે.
ઉલ્લેખનીય છે કે, શિક્ષણ મંત્રાલયના NIRF રેન્કિંગ અનુસાર, IISc બેંગ્લૉર દેશની શ્રેષ્ઠ યૂનિવર્સિટી છે અને ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરવા માટે બીજી શ્રેષ્ઠ સંસ્થા છે. ક્યૂએસ વર્લ્ડ યૂનિવર્સિટી રેન્કિંગ અનુસાર દિલ્હી યૂનિવર્સિટી અને અન્ના યૂનિવર્સિટી વિશ્વની ટોચની 500 યૂનિવર્સિટીઓમાં સામેલ છે. ડીયુને આ વખતે 407મી રેન્ક હાંસલ કરી છે, જ્યારે અન્ના યૂનિવર્સિટીને 427ની રેન્ક મેળવી છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) બોમ્બે હવે દેશમાં પ્રથમ અને વૈશ્વિક સ્તરે 149મા ક્રમે છે, જે ગયા વર્ષે 172મા ક્રમે હતું. IIT દિલ્હી આ વર્ષે 197મા ક્રમે આવી ગયું છે. અગાઉના રેન્કિંગમાં તે 174માં ક્રમે હતું. વૈશ્વિક સ્તરે ટોચના 300ની યાદીમાં અન્ય ત્રણ IITનો સમાવેશ થાય છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
Education Loan Information:
Calculate Education Loan EMI