NER Recruitment: જે યુવાનોએ વધારે અભ્યાસ કર્યો નથી અને સારા પગારે કામ કરવા માંગે છે, જેઓ સરકારી નોકરી ઇચ્છે છે તેમના માટે આ એક શ્રેષ્ઠ તક છે. 10મું પાસ યુવાનો માટે સરકારી નોકરીનું સપનું પૂરું કરવાની સારી તક છે.
ભારતીય રેલ્વે નોર્થ ઈસ્ટર્ન રેલવે NER ગોરખપુરે વિવિધ ટ્રેડ એપ્રેન્ટીસ માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રેલવે આરઆરસી ગોરખપુર એપ્રેન્ટિસ 2024-2025 માટે રસ ધરાવતા ઉમેદવારો કે જેઓ પાત્રતા પૂર્ણ કરે છે તેઓ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 12 જૂનથી શરૂ થઈ ગઈ છે.
નોકરીઓ
ખાલી જગ્યાની વિગતો કુલ: 1104 જગ્યાઓ
પોસ્ટનું નામ: એક્ટ એપ્રેન્ટિસ તાલીમ
મહત્વપૂર્ણ તારીખો
અરજી શરૂ: 12 જૂન 2024
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 11 જુલાઈ 2024; સાંજે 5 વાગ્યા સુધી
પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ: 11 જુલાઈ 2024
અરજી ફી
જનરલ/OBC/EWS: 100 રૂપિયા
SC/ST/મહિલા: કોઇ ફી નહીં
ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેન્કિંગ દ્વારા જ પરીક્ષા ફી ચૂકવી શકશો.
વય મર્યાદા (12મી જૂન 2024 મુજબ)
ન્યૂનતમ ઉંમર: 15 વર્ષ
મહત્તમ ઉંમર: 24 વર્ષ
નોર્થ ઈસ્ટર્ન રેલવે રિક્રુટમેન્ટ સેલ RRC NER ગોરખપુર એક્ટ એપ્રેન્ટિસ ટ્રેનિંગ નોટિફિકેશન નિયમ 2024.25 મુજબ વધારાની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
પાત્રતા
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 50 ટકા સાથે ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને સંબંધિત ટ્રેડ/શાખામાં ITI પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
વર્કશોપ/યુનિટ મુજબની ખાલી જગ્યાની વિગતો તપાસવા માટે સત્તાવાર નોટિફિકેશન ચેક કરો.
સત્તાવાર નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો
ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) એ ઘણી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જેના માટે ઉમેદવારોએ અધિકૃત સાઈટ hwr.bhel.com પર જઈને તરત જ અરજી કરવી જોઈએ. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 જૂન છે.
નોટિફિકેશન અનુસાર, આ ભરતી અભિયાન દ્વારા કુલ 170 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, સર્વિસિંગ, મેન્યુફેક્ચરિંગ, ડિઝાઇન વગેરે જેવા ક્ષેત્રોને લગતી પોસ્ટનો સમાવેશ થાય છે. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાં ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્ય સંસ્થા અથવા બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને NCVT સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત ITI કોર્સ પૂર્ણ કરેલ હોવો જોઈએ
Education Loan Information:
Calculate Education Loan EMI