Railway Recruitment Board: રેલવે ભરતી બોર્ડે નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીની જગ્યાઓ પર ભરતી માટે આયોજિત તબક્કા I પરીક્ષા માટેના સ્કોરકાર્ડ બહાર પાડ્યા છે. આ સાથે CBT 2 ના વિવિધ તબક્કાઓ માટેની પાત્રતાની વિગતો પણ બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારોએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો તેઓ હવે રેલવેની સત્તાવાર વેબસાઈટ પર જઈને તેમનું સ્કોર કાર્ડ ચેક કરી શકે છે.


ક્યારે યોજાઈ હતી પરીક્ષા


રેલવે ભરતી બોર્ડે ડિસેમ્બર 2020 થી જુલાઈ 2021 સુધી 7 તબક્કામાં પ્રથમ તબક્કાની પરીક્ષા યોજી હતી. આ પરીક્ષાનું પરિણામ 14 જાન્યુઆરી 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. RRB NTPC ના પરિણામ સામે વિદ્યાર્થીઓ દ્વારા હિંસક વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને તે પછી રેલવે ભરતી બોર્ડે ઉમેદવારોની માંગને ધ્યાનમાં રાખીને 30 માર્ચ 2022 ના રોજ સુધારેલું પરિણામ બહાર પાડ્યું હતું.


રેલવે ભરતી બોર્ડે NTPC CBT 2 લેવલ 4 અને 6 ની પરીક્ષાની તારીખો કરી જાહેર


રેલવે ભરતી બોર્ડે NTPC CBT 2 લેવલ 4 અને 6 ની પરીક્ષાની તારીખો પણ જાહેર કરી છે અને સત્તાવાર માહિતી અનુસાર, આ ભરતી પરીક્ષા 9મી મે અને 10મી મે 2022ના રોજ યોજાશે. આ ભરતી અભિયાન હેઠળ રેલવેમાં 35277 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે.


ઉમેદવારો તેમનું સ્કોર કાર્ડ કેવી રીતે ચેક કરી શકશે



  • સૌ પ્રથમ ઉમેદવારો રેલવે ભરતી બોર્ડની પ્રાદેશિક વેબસાઇટ પર જાવ

  • તે પછી ઉમેદવારો CEN-01/2019 (NTPC) ના સ્કોર-કાર્ડ જોવા માટે અપડેટેડ વેબ-લિંક પર ક્લિક કરો. કમ્પ્યુટર આધારિત પરીક્ષા-1 અને હોમ પેજ પર દેખાતી કમ્પ્યુટર આધારિત પરીક્ષા-2 માટે સત્ર મુજબની પાત્રતા તપાસવા.

  • હવે ઉમેદવારોની સામે એક નવું પેજ ખુલશે અને અહીં ઉમેદવારો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દ્વારા લોગીન કરે.

  • જે બાદ ઉમેદવારો તેમનું સ્કોરકાર્ડ ચેક કરી શકશે.


Education Loan Information:

Calculate Education Loan EMI