RBI & IDBI Bank Recruitment 2023: બેન્કમાં નોકરી શોધી રહ્યાં છો અને હજુ સુધી આ તકનો લાભ લઈ શક્યા નથી તો હમણા જ અરજી કરો. ભારતીય રિઝર્વ બેંક અને IDBI બેંકમાં ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 20 જૂન 2023, મંગળવાર છે. આજ પછી એપ્લિકેશન લિંક બંધ થઈ જશે. બંન્ને પોસ્ટ માટે અરજીઓ માત્ર ઓનલાઈન હશે. આ માટે તમારે સંબંધિત બેન્કની વેબસાઈટ પર જવું પડશે.


આઇડીબીઆઇ બેન્ક ભરતી 2023


IDBI બેન્કમાં સ્પેશ્યાલિસ્ટ કેડર ઓફિસરની જગ્યા માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી હેઠળ કુલ 136 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાંથી 84 જગ્યાઓ મેનેજર ગ્રેડ Bની છે, 46 જગ્યાઓ આસિસ્ટન્ટ જનરલ મેનેજર ગ્રેડ Cની છે અને 6 જગ્યાઓ ડેપ્યુટી જનરલ મેનેજર ગ્રેડ ડીની છે. અરજી કરવા માટે idbibank.in પર જવું પડશે.


અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 1000 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. SC, ST, PWD કેટેગરીના ઉમેદવારોએ ફી તરીકે 200 રૂપિયા ચૂકવવાના રહેશે. પાત્રતા સંબંધિત અન્ય વિગતો જાણવા માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઇ શકો છો.


RBI ભરતી 2023


થોડા સમય પહેલા આરબીઆઈએ લીગલ ઓફિસર, મેનેજર (ટેકનિકલ-સિવિલ), આસિસ્ટન્ટ મેનેજર (સત્તાવાર ભાષા) અને લાઈબ્રેરી પ્રોફેશનલની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ આજે છે. માત્ર ઓનલાઈન અરજી કરી શકાશે. આ માટે opportunities.rbi.org.in પર જાવ.


આ પોસ્ટ્સ પર પસંદગી પરીક્ષા દ્વારા કરવામાં આવશે, જેનું આયોજન 23 જુલાઈ, 2023 ના રોજ કરવામાં આવશે. આ પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. કુલ 12 જગ્યાઓ પર ભરતી થવાની છે. અરજી કરવા માટે જનરલ, OBC, EWS ઉમેદવારોએ 600 રૂપિયાની ફી ચૂકવવી પડશે. SC, ST, PWD ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.


સિવિલ જજની નીકળી બમ્પર ભરતી


સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. લો ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સિવિલ જજની જગ્યા ખાલી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટ www.tnpsc.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 નક્કી કરવામાં આવી છે. આ અભિયાન દ્વારા બેકલોગ પોસ્ટ પણ ભરવામાં આવશે. આ ભરતી તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કરવામાં આવી છે. આ ભરતી અભિયાન દ્વારા, તમિલનાડુ રાજ્ય ન્યાયિક સેવા હેઠળ સિવિલ જજની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી દ્વારા કુલ 245 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાંથી 92 પોસ્ટ બેકલોગની છે.


Education Loan Information:

Calculate Education Loan EMI