RBI Grade B Officer Recruitment 2023 Last Date:  જો તમે ભારતીય રિઝર્વ બેંકમાં નોકરી મેળવવાનું સ્વપ્ન જોતા હોવ તો આ તકનો લાભ લો. આરબીઆઈએ થોડા સમય પહેલા ગ્રેડ બી ઓફિસરની પોસ્ટ માટે બમ્પર ભરતી હાથ ધરી હતી. આ માટે અરજી કરવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ પણ ટૂંક સમયમાં આવવાની છે. તેથી પાત્રતા ધરાવતા છતાં કોઇ કારણોસર હજુ સુધી કોઈ કારણસર ફોર્મ ભર્યું નથી તો તમે તરત ભરો. RBIની આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 9મી જૂન 2023, શુક્રવાર છે.

આટલી જગ્યાઓ પર કરાશે ભરતી

આ ભરતી અભિયાન દ્ધારા ગ્રેડ-બી અધિકારીની કુલ 291 જગ્યાઓ ભરવામાં આવશે. આ ખાલી જગ્યાઓ માટે માત્ર ઓનલાઈન અરજી કરી શકાય છે. આ કરવા માટે તમારે ભારતીય રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.

આટલી ફી ચૂકવવી પડશે

આ પોસ્ટ્સ પર અરજી કરવા માટે જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC, ST અને PWD કેટેગરીના ઉમેદવારોની ફી 100 રૂપિયા છે. પસંદગી તબક્કાવાર પરીક્ષા પછી કરવામાં આવશે.

 

અરજી કરવા માટેના સરળ સ્ટેપ્સ

-અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે rbi.org.in પર જાવ.

-અહીં હોમપેજ પર Opportunities નામના વિભાગ પર ક્લિક કરો.

-અહીં Vacancies નામના સેક્શન પર જાવ.

-અહીંથી RBI ગ્રેડ-બી ઓફિસર ભરતી 2023 નામની નોટિસ સિલેક્ટ કરો.

-નોટિસને યોગ્ય રીતે વાંચો અને યોગ્યતા પણ તપાસો.

-હવે Apply Online પર ક્લિક કરો અને તમારી બધી જરૂરી વિગતો ભરો.

-જરૂરી દસ્તાવેજો અને ફોટોગ્રાફ અને સિગ્નેચરની કોપી  સ્કેન કરીને અપલોડ કરો.

-હવે એપ્લિકેશન ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.

-આ સાથે તમારી અરજી પૂર્ણ થઈ જશે.

-હવે તેની હાર્ડકોપી કાઢીને તમારી પાસે રાખો.

Jobs 2023: અહીં ટીચિંગ અને નૉન ટીચિંગ સ્ટાફ માટે નીકળી 38480 પદો પર ભરતી, આ રીતે કરો અરજી

EMRS Recruitment 2023 for 38480 Posts: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એકલવ્ય મૉડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ભરતી માટે નૉટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. આમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, EMRSમાં બમ્પર ભરતી, એટલે કે 38480 ટીચિંગ અને નૉન-ટીચિંગ પૉસ્ટ્સ પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. શાળામાં સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે આ સુવર્ણ તક છે. જોકે હજુ સુધી રજિસ્ટ્રેશન શરૂ નથી થયુ, પરંતુ થોડાક સમય બાદ અરજી કરી શકશે.

વેકેન્સી ડિટેલ્સ

આચાર્ય – 740 પદવાઇસ પ્રિન્સિપાલ – 740 પદપૉસ્ટ ગ્રેજ્યૂએટ ટીચર – 8140 પદપૉસ્ટ ગ્રેજ્યૂએટ ટીચર (કૉમ્પ્યુટર સાયન્સ) – 740 પદપ્રિશિક્ષિત સ્નાતક શિક્ષક – 8880 પદઆર્ટ ટીચર – 740 પદમ્યૂઝિક ટીચર – 740 પદફિઝિકલ એજ્યૂકેશન ટીચર – 1480 પદલાઇબ્રેરિયર – 740 પદસ્ટાફ નર્સ – 740 પદહૉસ્ટેલ વૉર્ડન – 1480 પદએકાઉન્ટન્ટ – 740 પદકેટરિંગ આસિસ્ટન્ટ – 740 પદચૌકીદાર – 1480 પદકૂક – 740 પદકાઉન્સિલર – 740 પદડ્રાઇવર – 740 પદઇલેક્ટ્રિશિયર કમ પ્લમ્બર – 740 પદગાર્ડનર – 740 પદકનિષ્ઠ સચિવાલય સહાયક – 1480 પદલેબ એટેન્ડન્ટ – 740 પદમેસ હેલ્પર – 1480 પદવરિષ્ઠ સચિવાલય સહાયક – 740 પદસ્વીપર – 2220 પદ


Education Loan Information:

Calculate Education Loan EMI