RBI Assistant Recruitment 2022: સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે એક સારી તક આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 900 થી વધુ સહાયક પદોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન અનુસાર, 17 ફેબ્રુઆરીથી અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ આઠ માર્ચ 2022 છે.
નોટિફિકેશનમાં જણાવ્યાનુસાર, RBI સહાયકની 950 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 50 ટકા માર્ક્સ સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો તેના માટે અરજી કરી શકે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rbi.org.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
વયમર્યાદા
RBIમાં આસિસ્ટન્ટ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 1લી ફેબ્રુઆરી 2022ના રોજ 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકારના નિયમો મુજબ, અનામત વર્ગ માટે છૂટછાટ આપવામાં આવે છે. અન્ય પછાત વર્ગોને 3 વર્ષની અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.
ઉમેદવારોની પસંદગી પ્રિલિમ, મુખ્ય પરીક્ષા અને લેગ્વેજ પ્રોફિશિએન્સી ટેસ્ટ (LPT) પરીક્ષાના આધારે કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા 26-27 માર્ચ 2022 ના રોજ ઓનલાઈન લેવામાં આવશે.
આ રીતે અરજી કરો
- RBIની અધિકૃત વેબસાઈટ opportunities.rbi.org.in પર જાઓ.
- 'આસિસ્ટન્ટ પોસ્ટ રિક્રુટમેન્ટ' વિકલ્પ પર ક્લિક કરો. નવા રજિસ્ટ્રેશન ટેબ પર ક્લિક કરો.
- તમારું નામ, સંપર્ક વિગતો અને ઈમેલ આઈડી દાખલ કરો અને ફોટો અને સહી અપલોડ કરો.
- તે પછી અરજી ફોર્મની વિગતો ભરો અને પેમેન્ટ કરો અને 'સબમિટ' પર ક્લિક કરો.
આરબીઆઈ સહાયકનો પગાર
RBI સહાયકની જગ્યાઓ માટે પસંદ કરવામાં આવનાર ઉમેદવારોને દર મહિને 36,091 પગાર આપવામાં આવશે. આ સિવાય અન્ય ભથ્થાઓ સાથે પૂરો પગાર મળશે.
આરબીઆઈ સહાયકની પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કાની હશે. સૌ પ્રથમ પ્રિલિમિનરી પરીક્ષા હશે. આમાં સફળ થનારાઓએ મુખ્ય પરીક્ષામાં બેસવાનું રહેશે. પછી લેગ્વેજ પ્રોફિશિએન્સી ટેસ્ટ (LPT) લેવામાં આવશે. પ્રારંભિક પરીક્ષા 26 અને 27 માર્ચ 2022 ના રોજ ઓનલાઈન લેવામાં આવશે.
Education Loan Information:
Calculate Education Loan EMI