ICAI Foundation Exams : ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) નવી દિલ્હી દ્વારા આયોજીત સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે.  હવે સીએ ફાઉન્ડેશનની પરીક્ષા 23 મે ના બદલ 24 જૂનથી શરૂ થશે. સીબીએસઈ બોર્ડ તથા અન્ય બોર્ડની પરીક્ષાના કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે.


સીએ ફાઉન્ડેશનની પરીક્ષા અગાઉ 23, 25, 27 અને 29 મે દરમિયાન યોજાવાની હતી.  જ્યારે હવે તે 24, 26, 28 અને 30 જૂનના રોજ લેવામાં આવશે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ વેબસાઇટના સંપર્કમાં રહેવા જણાવાયું છે.




CLAT પરીક્ષાની તારીખ બદલાઈ, હવે તમે આ તારીખ સુધી અરજી કરી શકો છો


નેશનલ લો યુનિવર્સિટીના કન્સોર્ટિયમે CLAT એટલે કે કોમન લો એડમિશન ટેસ્ટ (CLAT 2022) પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. લૉ એન્ટ્રન્સ અગાઉ 8મી મે 2022ના રોજ યોજાવાની હતી, પરંતુ હવે આ પરીક્ષા 19મી જૂન 2022ના રોજ લેવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ consortiumofnlus.ac.in પરથી CLAT 2022 ના સુધારેલા સમયપત્રક વિશે માહિતી મેળવી શકે છે. પરીક્ષા મુલતવી રાખવાની સાથે, CLAT 2022 માટે નોંધણી પ્રક્રિયા પણ લંબાવવામાં આવી છે. લો એન્ટ્રન્સ ટેસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 9 મે 2022 છે. CLAT 2022 UG અને PG બંને કાર્યક્રમો માટે 19મી જૂન 2022ના રોજ બપોરે 2 થી 4 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે.


CLAT માટે પાત્રતા


12મું ધોરણ પાસ અથવા ન્યૂનતમ 45% ગુણ (SC, ST ઉમેદવારો માટે 40%) સાથે સમકક્ષ ગ્રેડ ધરાવતા ઉમેદવારો UG-CLAT 2022 માટે અરજી કરી શકે છે. આ વર્ષે 12મા ધોરણની માર્ચ-એપ્રિલ 2022માં ધોરણ 12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પણ CLAT 2022ની પરીક્ષામાં ભાગ લઈ શકે છે. પરંતુ પ્રવેશ સમયે આવા વિદ્યાર્થીઓએ બારમા ધોરણ પાસ કર્યા હોવાનો પુરાવો રજૂ કરવાનો રહેશે.


જ્યારે વિદ્યાર્થીઓ કે જેમણે ઓછામાં ઓછા 50% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ સાથે એલએલબી અથવા સમકક્ષ ડિગ્રી પ્રાપ્ત કરી છે તેઓ CLAT PG માટે અરજી કરી શકે છે. SC, ST કેટેગરીના ઉમેદવારો માટે LLBમાં 45% માર્ક્સ હોવા જોઈએ. CLAT 2022 માં હાજર રહેવા માટે કોઈ ઉચ્ચ વય મર્યાદા નથી.


Education Loan Information:

Calculate Education Loan EMI