Punjab Police Recruitment 2023: પંજાબ પોલીસે બમ્પર ભરતી બહાર પાડી છે, અહીં કૉન્સ્ટેબલ અને સબ-ઇન્સ્પેક્ટરની કુલ 1890 ખાલી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ વેકેન્સી માટે અરજીની પ્રક્રિયા હજુ શરુ નથી થઇ, અરજી પ્રક્રિયા શરૂ થશે 15 ફેબ્રુઆરી, 2023 થી એપ્લાક કરવાની છેલ્લી તારીખ છે 08 માર્ચ, 2023. આ તારીખો કૉન્સ્ટેબલ પદ માટેની છે, જ્યારે એસઆઇ પદ માટે અરજી શરૂ થશે 7 ફેબ્રઆરીથી અને 28 ફેબ્રુઆરી, 2023 સુધી ચાલશે. ઇચ્છુક ઉમેદવારો એપ્લીકેશન લિન્ક એક્ટિવ થયા બાદ બતાવવામાં આવેલા ફૉર્મેટમાં એપ્લાય કરી શકે છે.  આ સિવાય પણ અન્ય જગ્યાો માટે સરકારી નોકરી માટે ભરતી બહાર પડી રહી છે.


આ વેબસાઇટ પરથી કરો એપ્લાય - 
પંજાબ પોલીસની આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી કુલ 1890 પદો ભરવામાં આવશે, આમાંથી 1746 પદો કૉન્સ્ટેબલના છે, અને 144 પદો સબ-ઇન્સ્પેક્ટરના છે. આ પણ જાણી લો કે આ પદો પર માત્ર ઓનલાઇન એપ્લાય કરવામાં આવી શકે છે. આ માટે તમારે પંજાબ પોલીસની ઓફિશિયલ વેબસાઇટ પર જવુ પડશે. જેનુ એડ્રેસ છે – punjabpolice.gov.in.


કેટલાય તબક્કામાં પરીક્ષા થયા બાદ થશે સિલેક્શન - 
પંજાબ પોલીસના કૉન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરના પદો પર કેન્ડિડેટ્સનું સિલેક્શન કેટલાય તબક્કાની પરીક્ષા પાસ કર્યા બાદ થશે. સૌથી પહેલા સીબીટી એટલે કે કૉમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ થશે. આ પછી ફિઝિકલ સ્ક્રીનિંગ ટેસ્ટ કે પીએસટી લેવામાં આવશે. આ માટે કેટલાક પેરામીટર નક્કી કરવામાં આવશે, જેને પુરા કરનારા ઉમેદવારો જ પરીક્ષા પાસ કરશે. 


કોણ કરી શકે છે અરજી  -
કૉન્સ્ટેબલના પદ પર અરજી કરવા માટે ઉમેદવારોએ 12મુ પાસ હોવા જરૂરી છે. એક્સ-સર્વિસમેનૉ દસમા પાસ થવા પર પણ એપ્લાય કરી શકે છે. ઉંમર મર્યાદાની ગણતરી 1 જાન્યુઆરી, 2023 થી કરવામાં આવશે. આ માટે 18 થી 28 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. અનામત વર્ગના નિયમો અનુસાર, ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે. 


એસઆઇ પદની વાત કરીએ તો આના માટે ગ્રેજ્યૂએટ ઉમેદવારો એપ્લાય કરી શકે છે. આના માટે ઉંમર મર્યાદાના નિયમ કૉન્સ્ટેબલ પદો વાળા જ છે. 


આટલી મળશે સેલેરી  - 
કૉન્સ્ટેબલ પદ માટે સિલેક્ટ થનારા ઉમેદવારોને 19,900 રૂપિયાની સેલેરી મળશે, વળી, એસઆઇ પદો માટે સેલેરી 35,400 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ડિટેલ જાણવા માટે નૉટિસ ચેક કરી શકો છો. 


Education Loan Information:

Calculate Education Loan EMI