IOCL Recruitment 2023: ઈન્ડિયન ઓઈલ કોર્પૉરેશન લિમિટેડ (IOCL) એ ભરતીનું નૉટિફિકેશન જાહેર કરીને બમ્પર ભરતી બહાર પાડી છે. આ પદો પર નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો આની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ અભિયાન દ્વારા બમ્પર પૉસ્ટ પર ભરતી કરવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ mhrdnats.gov.in પર જવું પડશે. ગઈકાલથી અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો પાસે અરજી કરવા માટે 10 સપ્ટેમ્બર સુધીનો સમય છે.

આ ભરતી અભિયાનમાં કુલ 490 જગ્યાઓ ભરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવામાં આવશે. આ ડ્રાઇવ ટ્રેડ એપ્રેન્ટિસ, ગ્રેજ્યૂએટ એપ્રેન્ટિસની જગ્યાઓ ભરશે. IOCL એપ્રેન્ટિસ ભરતીમાં તમામ જગ્યાઓ માટે અરજીપાત્રતા અલગથી નક્કી કરવામાં આવી છે. ટ્રેડ એપ્રેન્ટિસ ફિટર માટે, 10મું ધોરણ પાસ અને ITI ફિટર કૉર્સ પાસ કરવો આવશ્યક છે. તેવી જ રીતે ઇલેક્ટ્રિશિયન માટે ઉમેદવારો પાસે બે વર્ષનો ITI પાસ હોવો આવશ્યક છે. જ્યારે, ગ્રેજ્યૂએટ એપ્રેન્ટિસની પૉસ્ટ માટે, વ્યક્તિએ ગ્રેજ્યૂએશન પાસ કરેલ હોવું જોઈએ.

IOCL Recruitment 2023: આ રીતે થશે પસંદગી - આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષાના આધારે કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષામાં બહુવિધ પસંદગીના પ્રશ્નો (MCQ) પૂછવામાં આવશે, જેમાં ચાર વિકલ્પોમાંથી એક સાચો હશે. વધુ વિગતો માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટની મદદ લઈ શકે છે.

IOCL Recruitment 2023: આ છે જરૂરી તારીખો - ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થવાની તારીખઃ 25 ઓગસ્ટ, 2023ઓનલાઇન અરજી પ્રક્રિયાની અંતિમ તારીખઃ 10 સપ્ટેમ્બર, 2023

IOCL Recruitment 2023: કઇ રીતે કરશો અરજી - સ્પેટ 1: અરજી કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ iocl.com પર જાઓ. સ્ટેપ 2: હવે ઉમેદવાર કેરિયર ટેબ પર ક્લિક કરે.સ્ટેપ 3: પછી ઉમેદવાર અરજીપત્રક ભરે. સ્ટેપ 4: આ પછી ઉમેદવાર તમામ આવશ્યક ડૉક્યૂમેન્ટ અપલૉડ કરે. સ્ટેપ 5: પછી ઉમેદવાર ફૉર્મ સબમિટ કરે. સ્ટેપ 6: આ પછી ઉમેદવાર એપ્લિકેશન ફૉર્મને ડાઉનલૉડ કરે. સ્ટેપ 7: પછી ઉમેદવાર અરજીપત્રકની પ્રિન્ટ આઉટ કાઢી લે. 

 

jssc ભરતી 2023

ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશને પ્રશિક્ષિત પ્રાથમિક શિક્ષક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા 2023 માટે અરજીઓ માંગી છે. નોંધણી ચાલુ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે. અરજીઓ માત્ર ઓનલાઈન જ થશે. આ કરવા માટે, ઉમેદવારોએ JSSC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું સરનામું છે – jssc.nic.in. આ ભરતી પ્રક્રિયા દ્વારા પ્રાથમિક શિક્ષકોની 26 હજાર જગ્યાઓ ભરવામાં આવશે.

mpsc ભરતી 2023

 

Education Loan Information:

Calculate Education Loan EMI