સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરીની શાનદાર તક છે. સ્ટેટ બેંક 171 ખાલી જગ્યાઓ પર ભરતી કરવા જઈ રહી છે. જેના કારણે યુવાનોને નોકરી માટેની આ સારી તક છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી શરૂ થઈ ગઈ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જનરલ મેનેજર, ડેપ્યુટી ઈન્ફ્રા સિક્યોરિટી સ્પેશિયલ પ્રોજેક્ટ્સ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર ઈન્સીડેન્ટ રિસ્પોન્સ અને આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે ભરતી કરી રહી છે.
રસ ધરાવતા ઉમેદવારો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ નોકરી માટે શક્ય તેટલી વહેલી તકે અરજી કરી શકે છે. ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે, આ ભરતી ભારતીય સ્ટેટ બેંકમાં 171 જગ્યાઓ માટે કરવામાં આવી રહી છે. આ નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12મી ડિસેમ્બર છે. રસ ધરાવતા ઉમેદવારો અંતિમ તારીખ પહેલા અરજી કરી શકે છે.
જનરલ મેનેજર ઇન્ફ્રા સિક્યોરિટી એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ્સની જગ્યા માટે 1 જગ્યા ખાલી છે. આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે 42 જગ્યાઓ છે, આસિસ્ટન્ટ મેનેજર એન્જિનિયર ઈલેક્ટ્રીકલની જગ્યા માટે 25 જગ્યાઓ છે.
સ્ટેટ બેંકની વેબસાઈટ પર આ ભરતી અંગેની સૂચના જારી કરવામાં આવી છે. આ ભરતી અભિયાનમાં વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત અલગ-અલગ હશે. તેથી, રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ અને સૂચના વાંચવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત:
પોસ્ટ મુજબ, ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે સંબંધિત ક્ષેત્રમાં એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી.
ઉમેદવારો પાસે ઓછામાં ઓછો 2 વર્ષનો કામ કરવાનો અનુભવ પણ હોવો જોઈએ.
ઉંમર મર્યાદા:
પોસ્ટ મુજબ 21 થી 40 વર્ષ.
ફી:
જનરલ, OBC, EWS: રૂ. 750
SC, ST, PH : મફત
પગાર ધોરણ:
પોસ્ટના આધારે દર મહિને રૂ. 48,480 થી 85,920
પસંદગી પ્રક્રિયા:
ઓનલાઈન લેખિત કસોટી
આ રીતે અરજી કરો:
સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જાઓ.
હવે અરજી લિંક પર ક્લિક કરો.
નોંધણી કરો અને ફી ચૂકવો.
ફોર્મ સબમિટ કરો. તેની પ્રિન્ટ આઉટ લો અને તમારી પાસે રાખો.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં સ્પેશલિસ્ટ કેડર ઓફિસર હેઠળ આસિસ્ટન્ટ મેનેજર એન્જિનિયરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
વિદેશમાં અભ્યાસ માટે એજ્યુકેશન લોન લેવા માંગો છો ? જાણો શું છે તેની પ્રોસેસ
Education Loan Information:
Calculate Education Loan EMI