REET Exam: રાજસ્થાનની સૌથી મોટી શિક્ષક પાત્રતા પરીક્ષા (REET exam) નું પેપર લીક થવાના મામલે સરકારે કડક કાર્યવાહી કરી છે. સરકારે સ્ટ્રોંગ રૂમમાંથી પેપર ગાયબ થવા મામલે રાજસ્થાન માધ્યમિક શિક્ષા બોર્ડના ચેરમેન ડીપી જારોલી અને બોર્ડ સચિવ અરવિંદ કુમાર સેંગવાનો સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત કૌભાંડમાં સામેલ અન્ય કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.
આ પ્રકારની ઘટનાઓ પર રોક લગાવવા કમિટી બનાવવામાં આવશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટી બનાવવાનો ફેંસલો કર્યો છે. આ કમિટી રાજસ્થાનમાં થનારી પરીક્ષાઓમાં પેપર લીક પર રોક કેવી રીતે લગાવવી તેના પર મંથન કરશે. કમિટી પરીક્ષા કરાવવાને લઈ સરકાર શું સુધારા લાગુ કરી શકે તેના પર પણ ચર્ચા કરશે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને શુક્રવારે મોડી રાત સુધી મીટિંગ ચાલી હતી. જેમાં શિક્ષણ મંત્રી બીડી કલ્લા, ગૃહસચિવ અને સ્પેશલ ઓપરેશન ગ્રુપના એડીજી અશોક રાઠોડ પણ સામેલ થયા હતા.
આ મામલામાં રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે.
GPSSB Recruitment 2022: ગુજરાતના યુવાનો માટે મોટો મોકો, ગ્રામ પંચાયત સચિવની નીકળી 3400થી વધુ ભરતી, 12મું પાસ પણ કરી શકે છે અરજી
GPSSB Village Panchayat Secretary Recruitment 2022: જો તમે ગુજરાતમાં સરકારી નોકરી કરવા માંગતા હોવ તો ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ગ્રામ પંચાયત સચિવ તરીકે ઉમેદવારોની ભરતી માટે ઓનલાઈન અરજી આવી રહી છે. ઉમેદવારો GPSSB ગ્રામ પંચાયત સચિવ પદ માટે 28 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી 2022 સુધી સત્તાવાર વેબસાઇટ - gpssb.gujarat.gov.in અને ojas.gujarat.gov.in પર અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 3437 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટેની સૂચના સત્તાવાર વેબસાઇટ પર 27 જાન્યુઆરી 2022ના રોજ જારી કરવામાં આવી છે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. GPSSB ગ્રામ પંચાયત સચિવ ભરતી 2022 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો, તેઓ 12મું પાસ હોવા જોઈએ અને તેમની ઉંમર 18 થી 42 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ - 28 જાન્યુઆરી 2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 15 ફેબ્રુઆરી 2022
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારે માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 માં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશન્સનું મૂળભૂત જ્ઞાન. આ સાથે ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
પસંદગી પ્રક્રિયા
ગ્રામ પંચાયત સચિવની જગ્યા માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પસંદગી પરીક્ષાના આધારે કરવામાં આવશે. આ માટે ઉમેદવારોએ રૂ.100ની અરજી ફી ચૂકવવાની રહેશે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 28 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ મુલાકાત લઇ શકે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI