RBI Recruitment 2025: સરકારી નોકરીની આશા રાખતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. RBI એ સંપર્ક અધિકારીની જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોને બેન્કિંગ ક્ષેત્રમાં અગાઉનો અનુભવ હોવો આવશ્યક છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 4 જગ્યાઓ ભરવામાં આવશે. આ ખાસ તક એવા લોકો માટે છે જેઓ RBI અથવા કોઈપણ જાહેર ક્ષેત્રની બેન્કમાંથી નિવૃત્ત થયા છે અને પ્રોટોકોલ અને સંકલન કાર્યનો અનુભવ ધરાવે છે. આ નોકરી માટે વય મર્યાદા 50 થી 63 વર્ષ નક્કી કરવામાં આવી છે.

લાયકાત અને વય મર્યાદા

આ નોકરી માટે અરજદાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. આ સાથે તેમની ઉંમર 1 જૂલાઈ, 2025ના રોજ 50 થી 63 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ભારતીય નાગરિકો ઉપરાંત, નેપાળ, ભૂટાનના રહેવાસીઓ 1962 પહેલા ભારતમાં આવેલા તિબેટીયન શરણાર્થીઓ અને ભારતીય મૂળના ઇમિગ્રન્ટ્સ પણ અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?   

પ્રારંભિક તપાસ.

દસ્તાવેજોની ચકાસણી.

પર્સનાલિટી ટેસ્ટ

પસંદ કરાયેલા ઉમેદવારોને 3 વર્ષના કરાર પર નિયુક્ત કરવામાં આવશે, જેને કામગીરીના આધારે 5 વર્ષ સુધી વધારી શકાય છે.

પગાર અને વધારાની સુવિધાઓ

આ પદ પર નિયુક્ત કર્મચારીઓને દર મહિને 1.64 લાખ રૂપિયાથી 2.73 લાખ રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. આ સાથે નીચેની સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે:

પ્રવાસ ભથ્થું (ટીએ/ડીએ).

મોબાઇલ સુવિધા, ભોજન કાર્ડ જેવી અન્ય સુવિધાઓ.

કેવી રીતે અરજી કરવી?           

ઉમેદવારોએ ઓફલાઇન મોડમાં અરજી કરવી આવશ્યક છે:

પોસ્ટ દ્વારા, કુરિયર દ્વારા અથવા હાથ દ્વારા આરબીઆઈ સર્વિસીસ બોર્ડ, મુંબઈના સરનામે હાર્ડ કોપી મોકલવવી પડશે. તે સિવાય documentrbisb@rbi.org.in પર ઈમેઇલ કરી શકો છો.

અરજી કરવાની છેલ્લી તારીખ: 14 જુલાઈ 2025, સાંજે 6:૦૦ વાગ્યા સુધીમાં.

બેન્ક ઓફ બરોડા (BOB) એ લોકલ બેન્ક ઓફિસર (LBO) ની કુલ 2500 જગ્યાઓ માટે ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા આજથી એટલે કે 4 જુલાઈ, 2025 થી શરૂ થઈ ગઈ છે અને રસ ધરાવતા તથા પાત્રતા ધરાવતા ઉમેદવારો 24 જુલાઈ, 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારો બેન્ક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે.               


Education Loan Information:

Calculate Education Loan EMI