Ahmedabad News: શિક્ષક અભિરુચિ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતી માધ્યમ પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. પરિણામ વેબસાઇટ પરથી જોઈ શકાય છે.


ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક માટેની શિક્ષક અભિરુચિ કસોટી તાજેતરમાં લેવામાં આવી હતી. તેની પ્રોવિઝનલ આન્સર કીને થોડા દિવસ પહેલા પરીક્ષા બોર્ડે પોર્ટલ ઉપર મુકવામાં આવી હતી. આથી આન્સર કીમાં રહેલી ભૂલો અંગે સરકારે પ્રકાશિત કરેલા પુસ્તકના પુરાવા સાથે તારીખ 13મી, ઓગસ્ટ સુધીમાં પરીક્ષા બોર્ડમાં રજૂઆત કરવાની હતી.




રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત તારીખ 6ઠ્ઠી, રવિવારના રોજ શિક્ષક અભિરુચિ કસોટી લેવામાં આવી હતી. ઉચ્ચત્તર માધ્યમિકના સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના 20 વિષયોની લેવાયેલી પરીક્ષામાં એ-કેટેગરીના પ્રશ્નપત્રની આન્સર કીને શિક્ષણ બોર્ડના પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે. આથી આન્સર કીમાં દર્શાવેલા પ્રશ્નના જવાબો ખોટા હોય તો તારીખ 13મી, ઓગસ્ટ સુધીમાં રજુઆત કરવાની હતી. જોકે તેની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત કરેલા પુસ્તકમાં પ્રકાશિત થયેલી સાહિત્યને જ માન્ય રાખવામાં આવશે. જ્યારે ખાનગી પ્રકાશનોમાં પ્રકાશિત પુસ્તક કે સાહિત્યને માન્ય ગણવામાં આવશે નહી. જોકે નિયત કરેલી તારીખ પછી આવેલી કોઇપણ પ્રકારની રજૂઆતને માન્ય ગણવામાં આવશે નહી તેવો આદેશ રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવે કર્યો હતો.




Education Loan Information:

Calculate Education Loan EMI