Right To Education Act: રાજ્યમાં 10 વર્ષ પહેલા આઈટીઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત બાળકોને પહેલા ધોરણમાં પસંદગીની શાળામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે 10 વર્ષ બાદ ચાલુ વર્ષે સૌથી વધુ ફોર્મ માન્ય થયા છે.  આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં આ વર્ષે રેકોર્ડબ્રેક 1.76 લાખથી વધુ ફોર્મ માન્ય થયા છે.જ્યારે બીજી બાજુ આ વર્ષે બેઠકો ઘટી છે. 71 હજાર જેટલી બેઠકો સામે બમણાથી પણ વધુ પ્રવેશ ઈચ્છુક બાળકો છે.


ખાનગી સ્કૂલોમાં કેટલા ટકા સીટો હોય છે આરટીઈ અંતર્ગત


રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો પર ગરીબ અને જરૃરિયાતમંદ બાળકોને ધો.1માં પ્રવેશ માટે સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામાં ગત 11મીએ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ હતી. આ વર્ષે રેકોર્ડબ્રેક 1.92 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા.જેમાંથી 1.60 લાખથી વધુ ફોર્મ માન્ય કરાયા હતા. અધુરા ડોક્યુમેન્ટને લીધે હજારો ફોર્મ અમાન્ય થતા વાલીઓ દ્વારા ફોર્મ જમા કરવાની મુદ્ત વધારવાની માંગ કરાતા સરકારે ત્રણ દિવસની મુદત વધારી હતી.જેમાં વધુ 12 હજાર જેટલા ફોર્મ માન્ય થયા છે.જે સાથે હવે 1,76,400 જેટલા ફોર્મ માન્ય થયા છે.




રાજ્યમાં ખાનગી સ્કૂલોની સંખ્યા ઘટીને કેટલી થઈ


ગુજરાતમાં 2012ના વર્ષથી શરૃ થયેલી આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં છેલ્લા દસ વર્ષમાં આ વર્ષે રેકોર્ડબ્રેક સૌથી વધુ ફોર્મ માન્ય થયા છે.જ્યારે બીજી બાજુ ગત વર્ષ કરતા બેઠકો ઘણી ઘટતા આ વર્ષે 71,154 બેઠકો છે.આમ બેઠકો કરતા બમણાથી પણ વધુ પ્રવેશ ઈચ્છુક બાળકો છે.બેઠકો ઓછી હોવાથી હજારો બાળકોને આરટીઈમાં પ્રવેશ મળે તેમ નથી.આ વર્ષે સ્કૂલોની સંખ્યા પણ ઘટતા 9957 ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો પર પ્રવેશ અપાશે.ફોર્મ માન્ય કરવાની પ્રક્રિયા બાદ હવે 26મીએ ઓનલાઈન બેઠક ફાળવણી જાહેર કરાશે.


આ પણ વાંચોઃ


વર્લ્ડકપ પહેલા ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આ તારીખથી રમાશે ટી20 સીરીઝ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ


IPL 2022: પ્લેઓફ મેચનું શેડ્યૂલ જાહેર, અમદાવાદમાં રમાશે મુકાબલા, 100 ટકા કેપેસિટી સાથે દર્શકોને મળશે એન્ટ્રી


Education Loan Information:

Calculate Education Loan EMI