RRB Group D Vacancy 2026 Date Change: ભારતીય રેલવે દ્વારા જાહેર કરાયેલી 22,000 જગ્યાઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. RRB ગ્રુપ D ભરતી માટે અરજીઓ હવે 21 જાન્યુઆરીથી શરુ નહીં થાય. નવી તારીખ જાહેર કરવામાં આવી છે. એક નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે રજીસ્ટ્રેશન હવે 21 જાન્યુઆરીને બદલે 31 જાન્યુઆરી, 2026 થી શરૂ થશે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે, જોકે તેમને થોડા વધુ દિવસો રાહ જોવી પડશે.
તારીખમાં ફેરફાર
રેલવે ભરતી બોર્ડ (RRB) એ ગ્રુપ D 2026 ભરતી માટેની મુખ્ય તારીખોમાં ફેરફાર કર્યો છે, તેમાં શોર્ટ નોટીસ 19 જાન્યુઆરી, ડીટેલ નોટીસ 30 જાન્યુઆરી છે અને ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી છે. અરજીઓ માટેની અંતિમ તારીખ 2 માર્ચ, 2026 છે, જે પહેલા 20 ફેબ્રુઆરી સુધી હતી.
RRB દ્વારા જાહેર કરાયેલા નવા શેડ્યૂલ મુજબ, લાયક ઉમેદવારો હવે 2 માર્ચ રાત્રે 11:50 વાગ્યા સુધી સંબંધિત ભરતી માટે તેમની ઓનલાઈન અરજીઓ સબમિટ કરી શકશે. આ ભરતી ઝુંબેશ રોજગાર સૂચના CEN નંબર 09/2025 હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે અરજીઓ ફક્ત ઓનલાઈન સ્વીકારવામાં આવશે.
કોણ અરજી કરી શકે છે?
રેલ્વે પોઈન્ટ્સમેન, ટ્રેક મેન્ટેનર, આસિસ્ટન્ટ, લોકો શેડ આસિસ્ટન્ટ અને ઓપરેશન્સ આસિસ્ટન્ટ જેવા પદો માટે અરજીઓ આમંત્રિત કરી રહ્યું છે. ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. તેમની પાસે ITI અથવા નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ (NAC) પણ હોવું જોઈએ. 18 થી 33 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે. અનામત શ્રેણીઓ માટે પણ છૂટછાટ ઉપલબ્ધ રહેશે.
કેવી રીતે અરજી કરવી ?
અરજી કરવા માટે, સત્તાવાર વેબસાઇટ, rrbapply.gov.in ની મુલાકાત લો.
અરજી લિંક 31 જાન્યુઆરીથી આ વેબસાઇટ પર સક્રિય થશે.
લિંક પર ક્લિક કર્યા પછી, તમારી લાયકાત અનુસાર પદ પસંદ કરો.
અરજી પૂર્ણ કર્યા પછી, ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ રાખો.
અરજી કર્યા પછી શું થશે ?
રેલવે બોર્ડ દ્વારા શરૂ કરાયેલ આ ભરતી ઝુંબેશ માટે અરજી કર્યા પછી ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), દસ્તાવેજ ચકાસણી અને તબીબી તપાસ કરવામાં આવશે. આ બધા પાસ કરનારા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવશે.
Education Loan Information:
Calculate Education Loan EMI