RRB Level 1 Recruitment 2026 Online Form: ભારતીય રેલવેમાં સરકારી નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ (RRB) એ સેન્ટ્રલાઈઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિસ (CEN) નંબર 09/2025 હેઠળ લેવલ-1 (7મા CPC પે મેટ્રિક્સ) પર વિવિધ જગ્યાઓ પર ભરતી માટે એક સંકેતાત્મક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી હેઠળ લગભગ 22,000 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે.
RRB લેવલ 1 ભરતી 2026: મહત્વપૂર્ણ તારીખો
અરજીઓ 21 જાન્યુઆરી, 2026થી કરી શકાશે. અરજી કરવાની અંતિમ તારીખ 20 ફેબ્રુઆરી, 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) છે. 1 જાન્યુઆરી, 2026ના રોજથી ઉંમર ગણવામાં આવશે.
પદનું નામ: લેવલ-1 (વિવિધ ગ્રુપ D પોઝિશન)
કુલ પદ: આશરે 22,000
પગાર ધોરણ: 18,000-35,000 પ્રતિ માસ (7મા પગાર પંચ મુજબ)
અરજી પદ્ધતિ: ફક્ત ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ: rrbapply.gov.in
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોએ 10મું ધોરાણ (મેટ્રિક્યુલેશન) પાસ કરેલું હોવું જોઈએ.
પોસ્ટ મુજબ તબીબી ધોરણો લાગુ પડશે.
વિગતવાર લાયકાતની માહિતી વિગતવાર સૂચના (CEN ૦9/2025) માં આપવામાં આવશે.
વય મર્યાદા
લઘુત્તમ વય: 18 વર્ષ
મહત્તમ વય: 33 વર્ષ
સરકારી નિયમો મુજબ અનામત શ્રેણીઓ (SC/ST/OBC/PwBD) ને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી
જનરલ, OBC, EWS માટે 500 રૂપિયા
SC, ST, PH અને મહિલા ઉમેદવારો માટે 250 રૂપિયા
કઈ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?
લેવલ-1 માં સામાન્ય રીતે નીચેની જગ્યાઓ શામેલ હોય છે:
ટ્રેક મેન્ટેનર
હેલ્પર/સહાયક
પોર્ટર
પોઇન્ટ્સમેન
હોસ્પિટલ એટેન્ડન્ટ
અન્ય ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ
(અંતિમ યાદી વિગતવાર સૂચનામાં જાહેર કરવામાં આવશે)
આધાર કાર્ડ અંગે RRB ની મહત્વપૂર્ણ સલાહ
રેલવે ભરતી બોર્ડે ઉમેદવારોને અરજી કરતા પહેલા તેમના આધાર અપડેટ કરવાની કડક સલાહ આપી છે. આધારમાં નામ અને જન્મ તારીખ તેમની 10મા ધોરણની માર્કશીટ સાથે મેળ ખાતી હોવી જોઈએ. આધારમાં લેટેસ્ટ ફોટો અને બાયોમેટ્રિક્સ અપડેટ કરવી આવશ્યક છે. આધાર ચકાસણી વિના અરજી કરવાથી પાછળથી સમસ્યાઓ થઈ શકે છે.
કેવી રીતે અરજી કરવી?
સ્ટેપ-1. સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in ની મુલાકાત લો
સ્ટેપ- 2. “RRB Level 1 Recruitment 2026” લિંક પર ક્લિક કરો
સ્ટેપ-3. નવા ઉમેદવારની નોંધણી કરો
સ્ટેપ- 4. અરજી ફોર્મ ભરો અને દસ્તાવેજો અપલોડ કરો
સ્ટેપ-5. અરજી ફી ચૂકવો
સ્ટેપ-6. ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ સાચવો
પસંદગી પ્રક્રિયા
રેલવે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ભરતી માટેની પસંદગી પ્રક્રિયાને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી છે, જે નીચે મુજબ છે.
પ્રથમ તબક્કો - CBT ટેસ્ટ (કમ્પ્યુટર આધારિત ટેસ્ટ)
બીજો તબક્કો - ફિઝિકલ ટેસ્ટ
ત્રીજો તબક્કો - મેડિકલ ટેસ્ટ
જો તમે રેલવેમા સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો RRB લેવલ-1 ભરતી 2026 તમારા માટે એક શ્રેષ્ઠ તક છે. અરજી પ્રક્રિયા દરમિયાન કોઈપણ સમસ્યા ટાળવા માટે અરજી કરતા પહેલા તમારા આધાર કાર્ડ અને દસ્તાવેજો અપડેટ કરો.
Education Loan Information:
Calculate Education Loan EMI