Sainik School Admission:  સૈનિક સ્કૂલમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. પ્રવેશ પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જે વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક અરજી કરે છે તેમની પ્રવેશ પરીક્ષા 28 જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષા 21મી જાન્યુઆરીના રોજ લેવાની હતી. પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રસ એક્ઝામ રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ લંબાવી છે. આ સંદર્ભમાં નવું શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે.


નોંધનીય છે કે નવા શિડ્યુલ મુજબ હવે સૈનિક સ્કૂલમાં એડમિશન માટે 20 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. જોકે, અગાઉ છેલ્લી તારીખ 15મી ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી. પ્રવેશ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ https://exams.nta.ac.in/AISSEE/ પર જઈને કરવાની રહેશે. પરીક્ષા ઑફલાઇન મોડ એટલે કે પેન પેપર મોડમાં લેવામાં આવશે. આ માટે દેશભરમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે.


24મી ડિસેમ્બર સુધીમાં ફોર્મમાં સુધારા-વધારા કરો


સૈનિક સ્કૂલમાં એડમિશન માટે અરજી કર્યા પછી પણ જો કોઈ ઉમેદવારના ફોર્મમાં કોઈ સુધારાની જરૂર હોય તો 24મી ડિસેમ્બર સુધી સુધારણા કરી શકાશે. આ માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ Exams.nta.ac.in/AISSEE પર લોગિન કરવું પડશે.


પ્રવેશ પરીક્ષા અરજી ફી


સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા માટે અરજી કરનાર અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓએ 500 રૂપિયા ફી ભરવાની રહેશે. જ્યારે જનરલ/એક્સ-સર્વિસમેન OBC (NCL) વિદ્યાર્થીઓએ 650 રૂપિયા ચૂકવવા પડશે.


કોમન લો એડમિશન ટેસ્ટ(CLAT Exam Result) નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ લો યુનિવર્સિટીના કન્સોર્ટિયમે પરિણામ જાહેર કર્યું છે. પરિણામના સ્કોર કાર્ડને એક્ઝામિનેશન ઓથોરિટીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં કાઉન્સલિંગ અને એક્ઝામિનેશન પ્રોસેસ શરૂ થશે. ઉમેદવારો પરિણામ તપાસવા માટે અહીં આપેલા સ્ટેપને ફોલો કરી શકે છે.


કોમન લો એડમિશન ટેસ્ટ 2024 એન્ટ્રન્સ એક્ઝામનું આયોજન 3 ડિસેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા દેશભરમાં સ્થાપિત પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. જે ઉમેદવારોને CLAT 2024 ફાઈનલ આન્સર કી અંગે ફરિયાદ હોય તેઓ ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદ પોર્ટલ 11 ડિસેમ્બર 2023ના રોજ બપોરે 12 વાગ્યે ખુલશે.                                         


Education Loan Information:

Calculate Education Loan EMI