Police Constable Recruitment 2023: સરકારી નોકરી શોધનારાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ચંદીગઢ પોલીસે કૉન્સ્ટેબલ બમ્પરની પૉસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ માંગી છે, અને આ માટેની ભરતી પ્રક્રિયાઓ પણ શરૂ થઈ ગઈ છે, અરજી કરવાની છેલ્લી તારીખ 22 જૂન 2023 છે. ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા નિયત ફૉર્મેટમાં ફોર્મ ભરી શકે છે. અરજીઓ 01 જૂનથી કરવામાં આવી રહી છે અને આ જગ્યાઓ માટે માત્ર ઓનલાઈન જ અરજી કરી શકાશે. આ કરવા માટે તમારે ચંદીગઢ પોલીસની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે, આનું એડ્રેસ - chandigarhpolice.gov.in. છે.
વેકેન્સી ડિટેલ્સ -
આ ભરતી અભિયાન દ્વારા કૉન્સ્ટેબલ (પુરુષ/સ્ત્રી)ની કુલ 700 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પૉસ્ટ્સ જનરલ ડ્યૂટી, આઈટી વિંગ અને સ્પૉર્ટ્સ ક્વૉટા માટેની છે. આમાંથી 393 પૉસ્ટ પુરુષો માટે છે, 223 પૉસ્ટ મહિલાઓ માટે છે અને 84 પૉસ્ટ્સ ESM માટે છે.
કોણ કરી શકે છે અરજી -
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 12મું પાસ કરેલું હોવું જોઈએ. આ સાથે પૉસ્ટ મુજબ ઉમેદવાર ડ્રાઇવિંગ જાણતો હોવો જોઈએ અને તેને કૉમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ. આ પદો માટે વયમર્યાદા 18 થી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. ડિટેલ્સ જાણવા માટે તમે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
કઇ રીતે થશે સિલેક્શન -
આ પદો પર સિલેક્શન પરીક્ષાના અને બીજા તબક્કા પસાર કર્યા બાદ કરવામાં આવશે. સૌપ્રથમ લેખિત કસોટી, પછી ફિઝિકલ મેજમેન્ટ ટેસ્ટ, પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, છેલ્લે ડૉક્યૂમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ થશે. તમામ તબક્કામાં પાસ થનાર ઉમેદવારોની પસંદગી અંતિમ ગણાશે. લેખિત પરીક્ષા 23 જુલાઈ 2023 ના રોજ યોજવામાં આવશે. આ તારીખ કામચલાઉ છે અને ફેરફારને પાત્ર છે. અપડેટ્સ માટે ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહો.
અરજી ફી અને પગાર ધોરણ -
આ પૉસ્ટ્સ માટે અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 1000 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. SC અને EWS માટે ફી 800 રૂપિયા છે. પસંદગી થવા પર ઉમેદવારોને દર મહિને 19,900 થી 63,200 રૂપિયા સુધીનો પગાર મળશે.
નવા સત્રની શરૂઆત પહેલા અમદાવાદના પુસ્તક માર્કેટમાં જોવા મળી ગ્રાહકોની ભીડ, સ્ટેશનરીના ભાવમાં વધારાથી વાલીઓ પરેશાન
અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા પુસ્તક માર્કેટમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. શહેરમાં ગાંધી પુલ રોડ સ્થિત સ્ટેશનરી માર્કેટમાં પુસ્તક, નોટબુક, બેગ સહિતની ખરીદી કરવા વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો. ઉનાળુ વેકેશન બાદ પાંચ જૂનથી શાળા અને કોલેજમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. રાજ્યની શાળાઓ અને કોલેજમાં આવતા સપ્તાહે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે પુસ્તક માર્કેટમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. સ્કૂલ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના ગાંધી પુલ રોડ સ્થિત સ્ટેશનરી માર્કેટમાં વાલીઓ પોતાના બાળકો માટે પુસ્તક નોટબુક સહિતની સાહિત્ય સામગ્રી ખરીદવા માટે આવી રહ્યા છે. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ પાંચમી જૂનથી રાજ્યની શાળા અને કોલેજમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે. વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેથી પુસ્તક માર્કેટમાં પુસ્તકો નોટબુક સહિતની શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ વધી રહેલી મોંઘવારીની અસર પુસ્તકો અને નોટબુકની કિંમત પર જોવા મળી રહી છે. કાગળ તૈયાર કરવાના કાચા માલમાં થયેલો ભાવ વધારો તેની મૂળ કિંમત પર જોવા મળી રહ્યો છે, એટલે કે આ વર્ષે અલગ અલગ સાધન સામગ્રીમાં પાંચથી દસ ટકાનો સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. શાળા અને કોલેજોમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં પાંચમી મેથી શાળામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવાની છે. જેથી લોકો લોકો પુસ્તકો, નોટબુક, બેગ સહિતની સામગ્રી ખરીદવા માટે પહોંચી રહ્યા છે. સામાન્ય દિવસો કરતા શાળા શરૂ થવાના એક સપ્તાહ પહેલા વાલીઓ પોતાના બાળકો માટે વર્ષ દરમિયાન જરૂરી હોય એ પ્રકારની શૈક્ષણિક સામગ્રીની ખરીદવાનું વધારે પસંદ કરતા હોય છે. જેથી પુસ્તક માર્કેટમાં લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. માત્ર અમદાવાદ પરંતુ આસપાસના ગામડા અને શહેરમાંથી લોકો અહીં આવીને ખરીદી કરવાનું વધારે પસંદ કરતા હોય છે. શાળા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેથી છેલ્લી ઘડીએ બજારમાં ખરીદદારી નીકળતા દુકાનદારો ખુશ જોવા મળ્યા હતા.
Education Loan Information:
Calculate Education Loan EMI