SBI CBO Jobs 2025: જો તમે બેંકમાં સરકારી નોકરી કરવા ઇચ્છુક છો તો  તમારા માટે એક સારી તક આવી ગઈ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ દેશભરમાં સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO) ની 2600 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે.

આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે 29 મે 2025 સુધી ચાલશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો SBI ની સત્તાવાર વેબસાઇટ sbi.co.in અથવા ibpsonline.ibps.in/sbicboapr25/ પર જઈને વિલંબ કર્યા વિના ફોર્મ ભરી શકે છે.

લાયકાત શું હોવી જોઈએ?

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું આવશ્યક છે. ઉપરાંત, મેડિકલ, એન્જિનિયરિંગ અથવા સીએ જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમો ધરાવતા લોકો પણ અરજી કરવા પાત્ર છે. આ ઉપરાંત, ઉમેદવાર પાસે બેંકિંગ ક્ષેત્ર અથવા કોઈપણ નાણાકીય સંસ્થા સાથે સંબંધિત ઓછામાં ઓછો 2 વર્ષનો કાર્ય અનુભવ હોવો આવશ્યક છે.

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર ૩૦ એપ્રિલ 2025ના રોજ ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ ૩૦ વર્ષ હોવી જોઈએ. SC/ST/OBC જેવી અનામત શ્રેણીઓને સરકાર દ્વારા નિર્ધારિત છૂટછાટોનો લાભ મળશે.

તમારે આટલી મોટી અરજી ફી ચૂકવવી પડશે

ભરતી માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ શ્રેણીના ઉમેદવારોએ 750 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. SC/ST અને PWD શ્રેણીના ઉમેદવારો પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. વધુ વિગતો

કેવી રીતે અરજી કરવી

  • ઉમેદવારો પહેલા ibpsonline.ibps.in/sbicboapr25/ પર જવાનું રહેશે.
  • "નવી નોંધણી માટે અહીં ક્લિક કરો" પર ક્લિક કરો અને બધી જરૂરી માહિતી ભરો.
  • આ પછી તમારો ફોટો અને સહી અપલોડ કરો.
  • પછી ઉમેદવારોએ બાકીની વિગતો ભરવી,, ફોર્મનું  પ્રિવ્યુ કરો અને  ફી સબમિટ કરો.
  • અરજી પૂર્ણ કર્યા પછી, તેની પ્રિન્ટઆઉટ તમારી પાસે રાખો.
  •  

Education Loan Information:

Calculate Education Loan EMI