Schools Reopenig: ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી છે. આ પછી સરકારોએ કોવિડ પ્રોટોકોલ સાથે શાળાઓ અને કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે. સ્કૂલ કોલેજોએ કોવિડ ગાઇડલાઈનનું પાલન કરવું પડશે.
આ રાજ્યોમાં ફરી શરૂ થઈ સ્કૂલ-કોલેજ
- મધ્યપ્રદેશ સરકારે સોમવારે કહ્યું કે 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ 50 ટકા હાજરી સાથે સંચાલિત કરવામાં આવશે. આ સિવાય રેસિડેન્શિયલ સ્કૂલ અને હોસ્ટેલ પણ 50 ટકા હાજરી સાથે ખોલી શકાશે.
- પશ્ચિમ બંગાળની મમતા સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં 3 ફેબ્રુઆરીથી ધોરણ 8 થી 12 સુધીની શાળાઓ અને કોલેજો ખોલવામાં આવશે. આ સિવાય ધોરણ 7 સુધીના વિદ્યાર્થીઓએ માત્ર ઓનલાઈન ક્લાસ દ્વારા જ અભ્યાસ કરવાનો રહેશે.
- રાજસ્થાનમાં કોરોનાના કેસોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે 1 ફેબ્રુઆરીથી ધોરણ 10 થી 12 સુધી અને ધોરણ 6 થી 9 ધોરણ માટે 10 ફેબ્રુઆરીથી શાળાઓ ખોલવાની જાહેરાત કરી હતી. જો કે, શાળાઓએ પણ ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ ચાલુ રાખવો પડશે.
- ચંદીગઢમાં તમામ શાળાઓ 1 ફેબ્રુઆરીથી 10માથી 12મા ધોરણ માટે ઑફલાઇન મોડમાં શરૂ થશે. જો કે, વિદ્યાર્થીઓ પાસે હજુ પણ આ વર્ગો માટે ઓનલાઈન મોડ ચાલુ રાખવાનો વિકલ્પ રહેશે, શિક્ષણ વિભાગ ચંદીગઢ એડમિનિસ્ટ્રેશને આદેશ પત્રમાં જણાવ્યું છે.
- હરિયાણા સરકારે 1 ફેબ્રુઆરીથી ધોરણ 10 થી 12 સુધીની શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે. જો કે, ધોરણ 9 સુધીના વિદ્યાર્થીઓને શાળાએ જવા દેવામાં આવ્યા નથી. તેમના વર્ગો માત્ર ઓનલાઈન ચાલશે.
- તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આરોગ્ય નિષ્ણાતો સાથેની બેઠકમાં રાજ્યમાં ધોરણ 1 થી 12 સુધી શાળાઓ અને કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં પ્લે સ્કૂલ અને નર્સરી સ્કૂલ અત્યારે બંધ રહેશે. આ અંગેનો નિર્ણય હવે પછી લેવામાં આવશે.
- તેલંગાણામાં તમામ સરકારી, ખાનગી શાળાઓ, કોલેજો 1 ફેબ્રુઆરીથી શારીરિક વર્ગો ફરી શરૂ કરશે. સરકારે અગાઉ તમામ શૈક્ષણિક સંસ્થાઓને 30 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્દેશ આપ્યો હતો.
- ઉત્તરાખંડમાં 31 જાન્યુઆરીથી શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં, ધોરણ 10 થી 12 સુધીના વિદ્યાર્થીઓ શારીરિક વર્ગોમાં હાજરી આપી શકશે, જ્યારે ધોરણ 1 થી 9 સુધીના વર્ગો હજી પણ ઑનલાઇન ચાલશે. પરિસ્થિતિ અનુસાર આગળનો નિર્ણય લેવામાં આવશે.
- મહારાષ્ટ્રમાં, રાજ્ય સરકારે 24 જાન્યુઆરીથી ધોરણ 1 થી ધોરણ 12 સુધી શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે 20 જાન્યુઆરીએ આની જાહેરાત કરી હતી. જ્યારે કેટલીક જગ્યાએ પરિસ્થિતિને જોતા સ્થાનિક વહીવટીતંત્રને આ નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
- ત્રિપુરામાં પ્રિ-પ્રાઈમરીથી લઈને ધોરણ 12 સુધીની શાળાઓ 31 જાન્યુઆરીએ ફરી ખુલી છે. અગાઉ, પ્રિ-પ્રાયમરીથી લઈને ધોરણ 7 સુધીના વર્ગો 30 જાન્યુઆરી સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. જો કે, કોવિડ માર્ગદર્શિકા સાથે 8 થી 12 સુધીના વર્ગો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી.
- ગુજરાતની શાળાઓમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
Education Loan Information:
Calculate Education Loan EMI