SSC CGL Vacancy 2024:  સ્ટાફ સિલેકશન કમિશન (SSC) ની કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન (CGL) ની 17,727 જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ છે. SSC દ્વારા વેબસાઈટ પર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.


ઓનલાઈન અરજી પ્રક્રિયા 24 જૂલાઈ સુધી ચાલુ રહેશે. 25મી જૂલાઈના રોજ રાત્રે 11 વાગ્યા સુધી ફી જમા કરાવી શકાશે અને 10મીથી 11મી ઓગસ્ટ સુધી ગ્રુપ બી અને સીની જગ્યાઓ SSC-CGL દ્વારા કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો, કચેરીઓમાં ભરવામાં આવશે.


જેમાં ગ્રુપ બી હેઠળ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, ઈન્સ્પેક્ટર સેન્ટ્રલ એક્સાઈઝ, ઈન્સ્પેક્ટર પ્રિવેન્ટિવ ઓફિસર, ઈન્સ્પેક્ટર એક્ઝામિનર, આસિસ્ટન્ટ ઈન્ફોર્મેશન ઓફિસર, સીબીઆઈ અને એનઆઈએમાં સબ ઈન્સ્પેક્ટર, નાર્કોટિક્સ બ્યુરોમાં સબ ઈન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ અને ગ્રુપ સી હેઠળ ઑડિટર, ટેક્સ એકાઉન્ટન્ટની કુલ 34 જગ્યાઓ માટે 17,727 સંભવિત જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.


ખાલી જગ્યાઓ પછીથી વધારી કે ઘટાડી શકાય છે. અરજી માટેની વય મર્યાદા 18 થી 32 વર્ષ છે. SC, ST, OBC અને PWBD કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે. માન્ય સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો ગ્રુપ બી અને સી પોસ્ટ માટે અરજી કરી શકે છે. આ અંગેની વિગતવાર માર્ગદર્શિકા વેબસાઇટ પર ઉપલબ્ધ છે.


ટાયર-1 પરીક્ષા 200 ગુણની હશે


સીજીએલ ટિયર-1ની પરીક્ષા સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં અને ટિયર-2ની પરીક્ષા ડિસેમ્બરમાં લેવામાં આવશે. ટાયર-1 પરીક્ષા 200 ગુણની હશે. તેમાં 100 પ્રશ્નો હશે. જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ, જનરલ અવેરનેસ, ક્વોન્ટિટેટિવ ​​એપ્ટિટ્યુડ, ઇંગ્લિશ કોમ્પ્રીહેનશનમાં પ્રત્યેક 25 પ્રશ્નો હશે. ખોટા જવાબ માટે અડધા ગુણ કાપવામાં આવશે.


આ શહેરોમાં પરીક્ષા લેવાશે


SSC મધ્ય ક્ષેત્ર પ્રયાગરાજ હેઠળ, યુપી અને બિહારના 13 શહેરોમાં પરીક્ષા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે. તેમાં બિહારના ભાગલપુર, મુઝફ્ફરનગર, પટના, પૂર્ણિયા અને ઉત્તર પ્રદેશના આગ્રા, બરેલી, ગોરખપુર, ઝાંસી, કાનપુર, લખનઉ, મેરઠ, પ્રયાગરાજ અને વારાણસીનો સમાવેશ થાય છે.                                                                                                                


Education Loan Information:

Calculate Education Loan EMI