AHMEDABAD : યુક્રેન અને રશિયા વચ્ચે અઢી મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને કારણે અનેક અભ્યાસ અર્થે ગયેલા અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હતા.આ વિદ્યાર્થીઓને વતન પરત લાવવા કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું અને હજારો ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યાં હતા.  પરંતુ હવે આ વિદ્યાર્થીઓના અધૂરા રહી ગયેલા અભ્યાસનું સંકટ અને ભવિષ્યને લઈ વાલીઓ ચિંતામાં મુકાયા છે. 


વાલીઓએ શરૂ કર્યું ‘ઓપરેશન સરસ્વતી’ 
ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ અલગ અલગ વર્ષમાં યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. અત્યારે ત્યાંની સ્થિતિ સારી ના હોવાથી ઓનલાઈન અભ્યાસ ચાલે છે, પરંતુ વિદ્યાર્થીઓ લાંબો સમય સુધી મેડિકલના અભ્યાસમાં ઓનલાઈન ભણી શકે નહીં અને ભવિષ્યમાં પરત યુક્રેન જવું પડે તેમ છે, જેની વાલીઓને સૌથી મોટી ચિંતા છે.


એક તરફ યુક્રેન જાય તો જીવનું જોખમ અને ભારતમાં જ રહે તો અભ્યાસને લઈને ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે, જેથી કેટલાક વાલીઓએ સાથે મળીને ઓપરેશન ગંગાની જેમ ‘ઓપરેશન સરસ્વતી’ શરૂ કર્યું છે.આ ઓપરેશનનો ઉદ્દેશ પોતાનાં બાળકોને ભારતમાં જ મેડિકલમાં એડમિશન અપાવવાનો છે.


કમિટી બનાવી મુખ્યપ્રધાનને આપ્યું આવેદન 
‘ઓપરેશન સરસ્વતી’માં હાલ એક કમિટી બનાવવામાં આવી છે, જેમાં અલગ અલગ જિલ્લાના અનેક લોકો જોડાયેલા છે. હવે વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પણ જોડાવા લાગ્યા છે. કમિટી દ્વારા શરૂઆતમાં મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓને રજૂઆત કરી આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં ભારતમાં જ તેમનાં બાળકોને એડમિશન આપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી.


આ ઉપરાંત અગામી સમયમાં હજુ સરકાર સુધી વાત પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવશે. વાલીઓનુ કહેવુ છે કે અન્ય રાજ્ય જેમકે કર્ણાટક પશ્ચિમ બંગાળ અને તેલંગાણા  જેવા રાજ્યએ યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને પોતાના રાજ્યની મેડિકલ ભણાવવા માટે નિર્ણય કર્યા છે તો પછી ગુજરાતમાં કેમ ન થઈ શકે? ગુજરાતમાં  1100થી વિદ્યાર્થીછે જેઓનો હાલ અભ્યાસ બગડી  રહ્યો છે. 


 


Education Loan Information:

Calculate Education Loan EMI