Study Abroad : વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. ઇટાલીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે 12 મહિના સુધી રહી શકશે અને ત્યાં ડિગ્રી કોર્સ પૂર્ણ કર્યા બાદ નોકરી શોધી શકશે. ઇટાલિયન સરકારે ભારતીય વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી પૂર્ણ કર્યા પછી એક વર્ષ સુધી રહેવાની મંજૂરી આપવા માટે સહમતિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં ભારત અને ઇટાલી વચ્ચેના સ્થળાંતર અને ગતિશીલતા કરારને પૂર્વવ્યાપી મંજૂરી આપી હતી.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ કરારનો હેતુ ભારત અને ઇટાલીના લોકો વચ્ચે સંપર્કો મજબૂત કરવાનો, વિદ્યાર્થીઓની ગતિશીલતાને પ્રોત્સાહન આપવા અને અનિયમિત સ્થળાંતરના મુદ્દા પર સહકાર વધારવાનો છે. ઇટાલિયન વિઝા શાસનની હાલની જોગવાઈઓમાં અભ્યાસ બાદની તકો, ઇન્ટર્નશીપ અને પ્રોફેશનલ ટ્રેનિંગ સામેલ છે, તે ડિક્રી ફ્લો હેઠળ સુરક્ષિત રહેશે. જેના કારણે ભારતને ફાયદો થશે.
ભારતીય કામદારો માટે ફાળવેલ ક્વોટા
રિપોર્ટ અનુસાર, ઇટાલીમાં શૈક્ષણિક/વ્યાવસાયિક તાલીમ પૂર્ણ કરનાર ભારતીય વિદ્યાર્થીઓ પ્રારંભિક પ્રોફેશનલ અનુભવ મેળવવા માટે અહીં 12 મહિના સુધી રહી શકે છે. વર્કફોર્સ માટે ઇટાલીએ વર્ષ 2023, 2024 અને 2025 માટે અનુક્રમે 5 હજાર અને 6 હજાર અને 7000 નોન સિઝનલ ઇન્ડિયન વર્કર્સ માટે ક્વોટા ફાળવ્યો છે. આ ઉપરાંત ડિક્રી ફ્લો હેઠળ 2023, 2024 અને 2025 માટે અનુક્રમે 3 હજાર, 4 હજાર અને 5 હજાર સીઝનલ ભારતીય કામદારોનો અલગ ક્વોટા છે.
કરારની દેખરેખ માટે સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરવામાં આવશે. જે તેના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે વર્ચ્યુઅલ અથવા ફિઝિકલ મોડમાં સમયાંતરે બેઠકો યોજશે. આ જૂથ સંબંધિત માહિતી શેર કરશે અને અમલીકરણનું મૂલ્યાંકન કરશે. આ કરાર પર 2 નવેમ્બર, 2023ના રોજ ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઈટાલી સરકારના વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી એન્ટોનિયો તાજાની દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિઝા નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. આ ફેરફારો F અને M શ્રેણીના વિઝા ધારકો માટે કરવામાં આવ્યા છે. આ અંતર્ગત યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ) એ અમેરિકન શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ અને રોજગાર શ્રેણીમાં ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરવાનું કહ્યું છે.
આ નવી અપડેટેડ પોલિસી વિદ્યાર્થીઓના સ્ટેટસમાં ફેરફાર, યુ.એસ.માં તેમના રોકાણનો સમયગાળો વધારવા અને F અને M કેટેગરીમાં વિદ્યાર્થીઓની સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેની અરજીઓ સાથે સંબંધિત છે. આ નવી માર્ગદર્શિકા 20 ડિસેમ્બરે જારી કરવામાં આવી હતી.
Education Loan Information:
Calculate Education Loan EMI