ગાંધીનગર: વર્ષ 2018માં એલાઆરડીની ભરતીની પરીક્ષાર્થીઓ માટે આજે સારા સમાચાર આવી શકે છે. 2018 એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરાય તેવી વાત સામે આવી રહી છે. જો વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરાય તો 570થી વધુ પરીક્ષાર્થીઓને નોકરી મળી શકે છે. 2018માં એલઆરડીની પરીક્ષાનુ લિસ્ટ ઓપરેટીંગ કરવાની માગ કરી રહેલા પરીક્ષાથીઓને આજે ચર્ચા માટે સરકારે બોલાવ્યા છે. 


વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવા અંગે સરકારનુ સકારતમક વલણ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલમાં ઉમેદવારો સ્વર્ણિમ સંકુલ 2 ખાતે પહોંચ્યા છે. તેઓ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરશે. 20 ટકા વેઈટીંગ લિસ્ટ આજે રી ઓપન કરવાની સરકાર જાહેરાત કરે તેવી શક્યતા. નોંધનિય છે કે, 1-08-2018ના પરીપત્રને લઈ એલઆરડીની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને અન્યાયની લાગણી થઈ હતી.


 શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના જિલ્લામાંથી ધોરણ 6, 7 અને 8 ના વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો ચોરાયા


ભાવનગરઃ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીના જિલ્લા ભાવનગરમાં શાળામાંથી પ્રશ્ન પત્ર ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી તળાજા તાલુકાની નેસડવ પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8ના વાર્ષિક પરીક્ષાના પ્રશ્ન પત્રો ચોરી થઈ જતા શાળાના આચાર્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાત્રીના સમયે પ્રાથમિક શાળામાં અજાણ્યા શખ્સો આ પ્રશ્ન પત્ર ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ એલસીબી, એસઓજી, ડોગ સ્કવોર્ડ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શાળાની આજે અને આવતીકાલે લેવાનારી પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે.


પ્રશ્નપત્રો ચોરાતા 22 અને 23 એપ્રિલે યોજાનારી ધોરણ સાતની પરીક્ષા સમગ્ર રાજ્યમાં રદ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઇ જોષીએ કહ્યું કે  છેલ્લા ઘણા સમયથી આ સિલસિલો શરૂ થયો છે. આ પ્રકારની ઘટના રાજ્ય માટે કલંક સમાન છે. ગુજરાત જેવા રાજ્યમાં આ પ્રકારની ઘટના દુઃખદ છે.ભાવનગરના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોર મિયાણીએ કહ્યું કે નેસવડ સ્કૂલમાંથી અસામાજિક તત્વોએ પ્રશ્નપત્રોની ચોરી કરી છે. અસામાજિક તત્વોનો બદઇરાદો હોય તેવું જાણવા મળી રહ્યુ છે. ભાવનગર એસપીએ કહ્યું કે સમગ્ર મામલે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે વિભાગે તાત્કાલિક નિર્ણય લઇને તમામ જિલ્લાને વાકેફ કર્યા છે. પ્રાથમિક શાળામાં ચોરીની ઘટના દુઃખદ છે.


 


Education Loan Information:

Calculate Education Loan EMI