Meteorologist: બાળકો પાસેથી સાંભળવા મળે છે કે, તેઓ ડૉક્ટર, એન્જિનિયર, IAS, IPS, સેનામાં જોડાવા, નેતા બનવા માંગે છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ બાળકને એમ કહેતા સાંભળ્યું છે કે તે હવામાનશાસ્ત્રી બનવા માંગે છે? ચોક્કસ નહીં સાંભળ્યું હોય, કારણ કે બાળકોને આ કારકિર્દી વિકલ્પ વિશે ક્યારેય માહિતગાર જ નથી કરવામાં આવ્યા. પણ આજે અમે તમને જણાવીશું કે, ધોરણ 12 પછી બાળકોએ કેવું ભણવું જોઈએ જેથી કરીને તેમની કારકિર્દી હવામાન વિભાગમાં સેટ થઈ જાય. પણ પહેલા જાણો કે આખરે આ હવામાનશાસ્ત્ર શું છે?


હવામાનશાસ્ત્ર શું છે


વાતાવરણના વૈજ્ઞાનિક અભ્યાસને હવામાનશાસ્ત્ર કહેવામાં આવે છે. આ વિજ્ઞાન સંપૂર્ણપણે હવામાન પ્રક્રિયાઓ અને તેની આગાહીઓ પર કેન્દ્રિત છે. હવામાનશાસ્ત્ર એક એવો વિષય છે, જે આપણને પૃથ્વીના વાતાવરણ, તેની પ્રક્રિયાઓ અને તેની રચનાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. હવામાનશાસ્ત્રમાં હવામાન અને આબોહવા બંનેનો સમાવેશ થાય છે. આ વિષય પૃથ્વીના વાતાવરણની ભૌતિક, ગતિશીલ અને રાસાયણિક સ્થિતિ તેમજ વાતાવરણ અને પૃથ્વીની સપાટી વચ્ચેની પરસ્પર ક્રિયા સાથે સંબંધિત છે.


હવામાનશાસ્ત્રીઓ શું કામ કરે છે?


જો માનતા હોય કે હવામાનશાસ્ત્રી તમને માત્ર આજે વરસાદ પડશે કે નહીં, તડકો પડશે કે નહીં, ઠંડી પડશે કે નહીં... તેવા વિષે જ જણાવે છે તો તમે ખોટા છો. એક હવામાનશાસ્ત્રી પૃથ્વીના વાતાવરણ અને ભૌતિક વાતાવરણ તેમજ પૃથ્વી પર તેમના વિકાસ, અસરો અને પરિણામોનો ઊંડો અભ્યાસ પણ કરે છે.


હવામાનશાસ્ત્રી કેવી રીતે બની શકાય


હાલમાં ભારતમાં હવામાનશાસ્ત્રીઓની ભારે અછત છે. આ જ કારણ છે કે જો તમે સારી સંસ્થામાંથી તેનો અભ્યાસ કરો તો તમને હવામાન વિભાગમાં સારી નોકરી મેળવી શકો છો. દેશમાં ઘણી એવી કોલેજો છે જે હવામાનશાસ્ત્રને લગતા અભ્યાસક્રમો કરાવે છે. જોકે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનોએ એ વાતનું ધ્યાન રાખવું કે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ હોય તો જ તેમાં પ્રવેશ મેળવી શકાય છે. એટલે કે તમે 12માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી લીધેલું હોય. બીજો વિકલ્પ એ છે કે, જો તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કરવો 


કઈ સરકારી કોલેજોમાં હવામાનશાસ્ત્રના અભ્યાસક્રમો ચાલે છે?


ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા - પુણે


IIT ખડગપુર - પશ્ચિમ બંગાળ


ભારતીય વિજ્ઞાન સંસ્થા - બેંગ્લોર


પંજાબ યુનિવર્સિટી - પટિયાલા


મણિપુર યુનિવર્સિટી - ઇમ્ફાલ


આંધ્ર યુનિવર્સિટી - વિશાખાપટ્ટનમ


કોચીન યુનિવર્સિટી - કોચી


દેવી અહિલ્યા યુનિવર્સિટી - ઈન્દોર


Education Loan Information:

Calculate Education Loan EMI