Allahabad High Court Recruitment 2023: અલ્હાબાદ હાઇકોર્ટ લૉ પાસ યુવાઓ માટે નોકરીનો બેસ્ટ મોકો લઇને આવી છે. અહીં ટ્રેની ક્લાર્કના પદો પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ખાલી પદોને ભરવા માટે અરજી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. એવા કેન્ડિડેટ્સ જે અરજી કરવા માટે યોગ્યતા અને ઇચ્છા રાખે છે, તે સમય પર બતાવવામાં આવેલા ફોર્મેટમાં એપ્લાય કરી દે. અરજી માત્ર ઓનલાઇન થશે. આ માટે ઉમેદવારોએ અલ્હાબાદ હાઇકોર્ટની અધિકારિક વેબસાઇટ પર જવુ પડશે. જેનુ એડ્રેસ છે – allahabdhighcourt.in. બીજા કોઇ માધ્યમથી અરજી સ્વીકાર નથી ગણાય અને એપ્લીકેશન લિન્ક 6 માર્ચે એક્ટિવ થઇ ગઇ હતી.
આ છે અંતિમ તારીખ -
આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી કુલ 32 પદો ભરવામાં આવશે, આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 માર્ચ, 2023 છે. આ વેકેન્સીની ખાસ વાત છે કે આના પર પસંદગી માત્ર ઇન્ટરવ્યૂના આધાર પર જ થશે. સિલેક્ટેડ ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, અને આના આધાર પર જ નિયુક્તિ મળશે.
કોણ કરી શકે છે અરજી -
આ પદો પર અરજી કરવા માટે જરૂરી છે કે ઉમેદવારે એલએલબી પાસ કરેલુ હોવો જોઇએ. એટલે કે ત્રણ વર્ષનો પ્રૉફેશનલ કૉર્સ કે પાંચ વર્ષને ઇન્ટીગ્રેટેડ લૉ કોર્સ કરેલો હોવો જરૂરી છે, તેઓ જ અરજી કરી શકે છે. અરજીના સમયે ડિગ્રી પુરુ હોવી જરૂરી છે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો આ પદો માટે 21 થી 26 વર્ષ સુધીના કેન્ડિડેટ્સ જ એપ્લાય કરી શકે છે.
એલએલબી કોઇ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી પુરી કરવામાં આવેલી હોય તે જરૂરી છે, સાથે જ કમ સે કમ 55 ટકા માર્ક્સ હોવા પર જ અરજી કરી શકે છે. આ ઉપરાંત કેન્ડિડેટ્સને કૉમ્પ્યૂટરનું પણ જ્ઞાન હોવું જોઇએ. જેમ કે ડેટા એન્ટ્રી, વર્ડ પ્રૉસેસિંગ વગેરે.
કેટલી મળશે સેલેરી -
આ બાબત જાહેર કરવામાં આવેલી નૉટિસમાં સ્પષ્ટ રીતે આપે છે કે, ક્લાર્કના પદ પર પસંદગી થનારા ઉમેદવારેને મહિને ફિક્સ 25,000 રૂપિયાની સેલેરી મળશે, અરજી માટે ફી 300 રૂપિયા છે. અન્ય કોઇપણ વિષયમાં ડિટેલમાં જાણવા માટે ઓફિશિયલ વેબસાઇટ જોઇ શકો છો. ઉલ્લેખનીય છે કે, આની સાથે બીજી કેટલીક પણ સરકારી નોકરી મોટીની જાહેરાતો બહાર પાડવામાં આવી છે, જેમાં ગ્રેજ્યૂએટ ઉમેદવારો એપ્લાય કરી શકે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI