UGC News: યુનિવર્સિટી ગ્રાંટ કમિશને મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ હવે દેશમાં કેન્દ્રિય યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક કાર્યમાં જોડાવાના સપના જોઇ રહેલા યુવાઓ માટે યુજીસીએ એક મોટો નિર્ણય લીધો છે. હવેથી યુનિ.માં ભણાવવા માટે પીએચડીની ડિગ્રી લેવી ફરજિયાત નહીં રહે. યુજીસીના આ નિર્ણયથી જે તે વિષયના નિષ્ણાત યુનિ.માં ભણાવી શકશે. જે વિશેષ પદો ઉભા કરાશે તેને જ આ નિયમો લાગુ પડશે.


કેટલાક નવા પદોની પણ થઈ રહી છે વિચારણા


આ ઉપરાંત યુજીસી યુનિ.માં કેટલાક નવા પદો માટે પણ વિચારી રહ્યું છે. આ પદો પર નિમણુંક માટે પીએચડી ફરજિયાત નહીં રહે. આ પદ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તેમ જ અસોસિએટે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસના હોઇ શકે છે.


યુજીસીના ચેરમેને શું કહ્યું


આ અંગે યુજીસીના ચેરમેન એમ જગદેશ કુમારે કહ્યું હતું કે ઘણા નિષ્ણાતો છે કે જે શિક્ષણ કાર્યમાં જોડાવા માગે છે. કોઇ એવી વ્યક્તિ હોઇ શકે છે કે જેણે કોઇ મોટી યોજના લાગુ કરી હોય, જેની પાસે સારૂ એવુ જ્ઞાન હોય, અનુભવ હોય અને આવી વ્યક્તિ કોઇ મહાન સંગિતકાર, નૃત્યકાર પણ હોઇ શકે છે.


આટલી મહાન વ્યક્તિ હોવા છતા તેઓએ શિક્ષણ કાર્યમાં જોડાવવા માટે પીએચડી કરવું ફરજિયાત હોય છે. જેને પગલે તેમના જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચી શકતો. તેથી આ વિશેષ પદો માટે પીએચડીની ડિગ્રી ફરજિયાત નહીં રહે.


નિષ્ણાતોએ શું કરવાનું રહેશે


નિષ્ણાતોએ માત્ર પોતાનો જે પણ કોઇ અનુભવ તેમણે અગાઉ મેળવ્યો છે તેને જ દેખાડવાનો રહેશે. એટલે કે બધા જ પ્રોફેસર પદ માટે આ નિવા નિયમો લાગુ નહીં રહે પણ જે વિશેષ પદ હશે તેના માટે જ લાગુ રહેશે.


આ પણ વાંચોઃ


Russia Ukraine War: યુક્રેનમાં રશિયાની કાર્યવાહીથી સમગ્ર યૂરોપના લોકતંત્ર પર ખતરોઃ કમલા હેરિસ


Education Loan Information:

Calculate Education Loan EMI