Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આ દેશમાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પરત ફર્યા હતા. યુક્રેનમાંથી મેડિકલ અભ્યાસ કરવા ગયેલા લોકોને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. યુક્રેને મેડિકલ વિદ્યાર્થીઓને એમબીબીએસ વન ટાઈમ ઓપ્શન ક્લિયર કરવાની અંતિમ તક પરત કરી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે.


વિદ્યાર્થીઓને કોઈપણ હાલની મેડિકલ કોલેજોમાં નોંધણી કર્યા વિના MBBS ભાગ 1 અને ભાગ 2 ક્લિયર કરવાની અંતિમ તક આપવામાં આવશે. થિયરી પરીક્ષા ભારતીય MBBS પરીક્ષાના અભ્યાસક્રમ પર આધારિત હશે. કેટલીક નિયુક્ત સરકારી કોલેજમાં પ્રેક્ટિકલ રહેશે. પરીક્ષાઓ પછી, 2 વર્ષની ફરજિયાત રોટરી ઇન્ટર્નશિપ કરવાની રહેશે. ભારતીય સંઘ દ્વારા આપવામાં આવેલો આ સખત રીતે એક સમયનો વિકલ્પ છે






રાજ્યમાં યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત કેટલી સહાય ચૂકવવામાં આવી ?


ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં ધારાસભ્ય ચિરાગ પટેલે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું, છેલ્લા બે વર્ષે માં યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત કરોડો રૂપિયાની સહાય ચૂકવાઇ છે. છેલ્લા બે વર્ષે માં 209.74 કરોડની સહાય ચૂકવાઇ છે, 53 હજાર 924 લાભાર્થી વિદ્યાર્થીઓ ને સહાય ચૂકવાઈ છે.


વિમલ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં રાજ્યની એમબીએ અને એમસીએની કોલેજોમાં કેટલી સીટો ખાલી છે તા પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું, એમબીએની 21 હજાર 652 સીટો ભરાઈ છે, જેની સામે 7 હજાર 929 સીટોઓ ખાલી છે, જ્યારે એમસીએની 7 હજાર 73 સીટો ભરાઈ છે અને 5 હજાર 461 સીટો ખાલી છે.

અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા ગૃહમાં રાજ્યમાં સરકારી કોલેજોમાં ખાલી જગ્યાઓના પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું, 1773 મંજૂર મહેકમ સામે 1340 જગ્યા ભરાયેલી છે, તો 433 જગ્યાઓ વહીવટી કારણોસર ખાલી છે.
ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું, રાજ્યમાં ડિગ્રી ઇજનેરી અભ્યાસ ક્રમની 69 હજાર 410 બેઠકો છે. જેમાં છેલ્લા બે વર્ષમાં સરકારી કોલેજમાં 12 હજાર 103 જગ્યાઓ ભરાઈ છે, જ્યારે 6 હજાર 822 સરકારી કોલેજોમાં જગ્યા ખાલી રહી છે. તો અનુદાનિત બેઠકો માં 2606 જગ્યા ભરાઈ અને 538 જગ્યા ખાલી રહી છે. સ્વનિર્ભર કોલેજોની 50 હજાર 840 જગ્યા ભરાઈ જ્યારે 62 હજાર 829 જગ્યાઓ ખાલી રહી છે.


Education Loan Information:

Calculate Education Loan EMI