UPSC Success Story: શોલાપુરની સ્વાતિ રાઠોડ ગરીબીમાંથી ઉપર આવી અને UPSC પરીક્ષા પાસ કરી છે, આ ન્યૂઝ અત્યારે ટૉક ઓફ ધ ટાઉન બન્યા છે. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તેણે આ ખાસ સફળતા હાંસલ કરી છે.


તેમનું ઘર શોલાપુરમાં હોવા છતાં, તેમના સપનાની જ્યોત બાળપણથી જ સળગવા લાગી હતી. સમયએ તેની એક-બે નહીં, પરંતુ પાંચ વર્ષ સુધી કસોટી કરી. એકવાર પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તેની માતાએ તેના અભ્યાસ માટે નાણાંકીય ખર્ચ કરવા માટે તેના ઘરેણાં ગીરો રાખવા પડ્યા. આ કહાની છે મહારાષ્ટ્રના શોલાપુરની રહેવાસી સ્વાતિ રાઠોડની, જેને શાકભાજી વેચનારની દીકરી હોવા છતાં સફળતાની એવી કહાની લખી છે કે તમે પણ સલામ કર્યા વિના રહી શકશો નહીં.


સ્વાતિએ તેના પરિવારની આર્થિક સ્થિતિ છતાં UPSC પાસ કરવાનું સપનું જોયું. તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન યુપીએસસીની તૈયારી પર કેન્દ્રિત કર્યું. તેના માતા-પિતાને સંઘર્ષમાંથી બહાર કાઢવા સ્વાતિએ સિવિલ સર્વિસમાં જોડાવાનું નક્કી કર્યું. સ્વાતિના પરિવારે આર્થિક મુશ્કેલી હોવા છતાં તેના શિક્ષણમાં મદદ કરી. શોલાપુરની સરકારી શાળામાંથી 12મું પાસ કર્યા પછી, તેણે ભૂગોળમાં સ્નાતક અને માસ્ટર ડિગ્રી મેળવી. કોલેજના દિવસો દરમિયાન તેણે યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી.


5 વર્ષ સુધી કરવો પડ્યો ઇન્તજાર 
સ્વાતિ યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માંગતી હતી, પરંતુ તેણે પાંચ વર્ષ સુધી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. તેમના પરિવારમાં તેમના પિતા એકમાત્ર કમાતા સભ્ય હતા, તેથી અભ્યાસ માટે પૈસાની અછત હતી. એક માતાનું પોતાની દીકરીને ઓફિસર બનાવવાનું સપનું આ ગરીબી અને લાચારી કરતાં મોટું હતું. તેથી તેણીએ તેણીના ઘરેણાં ગીરો મૂકીને પુત્રીનું શિક્ષણ બંધ થવા દીધું ના હતું. દીકરીએ પણ પોતાની માતાની આ આશા અને વિશ્વાસને પૂરો કરવાનો પૂરો પ્રયાસ કર્યો.


આખા પરિવારની આંખો થઇ ગઇ ભીની 
પણ પોતાના સપના પૂરા કરવાનો ઝનૂન સ્વાતિના દિલ અને દિમાગમાં હતો. પછી એ દિવસ આવ્યો જ્યારે UPSC 2023નું પરિણામ આવ્યું. જ્યારે બધાએ મેરિટ લિસ્ટ જોયું તો પરિવારની ખુશીનો પાર ના રહ્યો. લિસ્ટમાં સ્વાતિનું નામ હતું. આ વખતે તેણે પરીક્ષામાં 492મો રેન્ક મેળવ્યો હતો. આ સમાચાર સાંભળીને સમગ્ર પરિવારની આંખોમાં આંસુ આવી ગયા. સ્વાતિ આજે યુપીએસસીની તૈયારી કરી રહેલા દરેક ઉમેદવાર માટે એક ઉદાહરણ છે. તેમની વાર્તા કહે છે કે સફળતા કોઈ શરત પર આધારિત નથી. જો તમારામાં ક્ષમતા હશે તો તમે ચોક્કસપણે સફળ થશો.


 


Education Loan Information:

Calculate Education Loan EMI