UPSC CSE Final Result 2024: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્ધારા UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બધા ઉમેદવારો upsc.gov.in પર જઈને એક ક્લિકમાં પોતાનું પરિણામ ચકાસી શકે છે. પ્રયાગરાજના શક્તિ દુબેએ પ્રથમ રેન્ક મેળવ્યો છે. UPSC એ કુલ 1009 પસંદ કરાયેલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં જનરલ કેટેગરીના 335 ઉમેદવારો છે. જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના 109 ઉમેદવારો અને OBC વર્ગના 318 ઉમેદવારો છે. ટોપ 30માં ગુજરાતના ત્રણ ઉમેદવારોએ બાજી મારી હતી. ગુજરાતની હર્ષિતા ગોયલ બીજા અને માર્ગી શાહ ચોથા સ્થાને આવ્યા હતા.

Continues below advertisement

Continues below advertisement

UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા 2024 માટેના ઇન્ટરવ્યુૂ 17 એપ્રિલ સુધી યોજાયા હતા. ઇન્ટરવ્યૂ રાઉન્ડ 7 જાન્યુઆરીથી શરૂ થયો હતો. મુખ્ય પરીક્ષા પાસ કરનારા 2845 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા.

IAS માં 180 જગ્યાઓ

આ વખતે ઈન્ડિયન વહીવટી સેવા (IAS) માં કુલ 180 જગ્યાઓ ભરવામાં આવશે, જે સૌથી પ્રતિષ્ઠિત સેવા માનવામાં આવે છે. આમાંથી 73 જગ્યાઓ બિનઅનામત, 24 SC માટે, 13 ST માટે, 52 OBC માટે અને 18 EWS શ્રેણી માટે છે.

જ્યારે આ વર્ષે IPS એટલે કે ઈન્ડિયન પોલીસ સેવા માટે 150 પદોની જાહેરાત કરાઇ છે જેમાં 60 જગ્યાઓ બિનઅનામત, 23 SC, 10 ST, 42 OBC અને 15 EWS માટે અનામત છે.

IFS માં 55 જગ્યાઓ, અન્ય કેન્દ્રીય સેવાઓમાં પણ મોટી તકો

આ વખતે ઈન્ડિયન વિદેશ સેવા (IFS) હેઠળ ભારતની વિદેશ નીતિ અને રાજદ્વારી સંબંધિત કુલ 55 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં 23 બિનઅનામત, 9 SC, 5 ST, 13 OBC અને 5 EWS શ્રેણીની જગ્યાઓનો સમાવેશ થાય છે.

અન્ય મહત્વપૂર્ણ સેવાઓમાં પણ નિમણૂક

ઈન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ સર્વિસ, ગ્રુપ A – 20 જગ્યાઓ

ઈન્ડિયન સિવિલ એકાઉન્ટ્સ સર્વિસ, ગ્રુપ એ – 25 જગ્યાઓ

ઈન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ, ગ્રુપ એ – 24 જગ્યાઓ

ઈન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ, ગ્રુપ A – 37 જગ્યાઓ

ઈન્ડિયન રેવન્યૂ સર્વિસ (આવકવેરા), ગ્રુપ A –180 જગ્યાઓ

ઈન્ડિયન રેલ્વે મેનેજમેન્ટ સર્વિસ (IRMS), ગ્રુપ A – 150 જગ્યાઓ

દિલ્હી, આંદામાન નિકોબાર પોલીસ સેવા (DANIPS), ગ્રુપ B – 79 જગ્યાઓ

આ યાદી છે.

આ રીતે ચેક કરો તમારુ પરિણામ

સૌ પ્રથમ UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.

હોમપેજ પર આપેલ લિંક “UPSC Civil Services Final Result 2024”  પર ક્લિક કરો.

હવે એક નવી PDF ફાઇલ ખુલશે, જેમાં રોલ નંબરોની યાદી આપવામાં આવશે.

આમાં તમારા રોલ નંબર કાળજીપૂર્વક તપાસો.

આ ફાઇલ ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ રાખો.


Education Loan Information:

Calculate Education Loan EMI