UPSC CDS NDA Notification 2024: જો તમે પણ સેનામાં ઓફિસર બનવાનું સપનું જોતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. સીડીએસ એટલે કે કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસિસ અને એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડમી પરીક્ષા માટે યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે UPSC દ્વારા બહાર પાડવામાં આવેલા પરીક્ષા કેલેન્ડરમાં જણાવવામાં આવ્યું છે કે CDS અને NDA 1ની પરીક્ષાનું નોટિફિકેશન 20મી ડિસેમ્બરે બહાર પડવાનું છે.


નોંધનીય છે કે નોટિફિકેશન બહાર પડતાની સાથે જ પરીક્ષાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. રસ ધરાવતા ઉમેદવારો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને અરજી સબમિટ કરી શકશે. ઉમેદવારો પાસે અરજી કરવા માટે 9 જાન્યુઆરી સુધીનો સમય હશે. 12મું પાસ ઉમેદવારો NDA પરીક્ષા માટે અરજી કરી શકશે, જ્યારે ગ્રેજ્યુએશન પાસ ઉમેદવારો CDS પરીક્ષા માટે અરજી કરી શકશે.


એપ્રિલમાં પરીક્ષા લેવાશે


UPSC પરીક્ષા કેલેન્ડર મુજબ, NDA અને CDS પરીક્ષા એપ્રિલ 2024 માં લેવામાં આવશે. પરીક્ષા 21મી એપ્રિલે યોજાશે. આ પછી CDS અને NDA 2 માટે 15મી મેના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. પરીક્ષા 1 સપ્ટેમ્બરે યોજાશે. હાલમાં પરીક્ષા સંબંધિત અન્ય માહિતી માટે યુપીએસસીની વેબસાઇટની મુલાકાત લો અને નોટિફિકેશન પ્રકાશિત થયા પછી તેમાંથી વિગતો મેળવો.


NHB Recruitment 2023: ભારત સરકારના કૃષિ મંત્રાલયે નવી ભરતી 2023 માટે નાયબ નિયામક અને વરિષ્ઠ બાગાયત અધિકારીની જગ્યાઓ માટે અરજી કરવા સરકારી નોકરી ઇચ્છતા યુવાનો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 16 ડિસેમ્બર 2023થી શરૂ થશે. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 05 જાન્યુઆરી 2024 છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઇને નોટિફિકેશન જોઇ શકે છે. અરજી કરનાર ઉમેદવારો www.nhb.gov.in ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે.


કૃષિ મંત્રાલય હેઠળના બાગાયત બોર્ડમાં આ ભરતી માટે જનરલ, OBC, EWS કેટેગરીની અરજી ફી 1000 રૂપિયા છે. આ સિવાય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિએ 500 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. અરજદાર ફી ઓનલાઈન મોડ દ્વારા ભરવાની રહેશે. આ ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમરની ગણતરી 5 જાન્યુઆરી 2024ના આધારે કરવામાં આવશે. જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.


Education Loan Information:

Calculate Education Loan EMI