UPSC Topper Shakti Dubey: UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું અંતિમ પરિણામ આજે જાહેર થઇ ગયુ છે. શક્તિ દુબેએ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા 2024 માં ટોચનું સ્થાન મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે. આજે જાહેર થયેલા UPSC CSE પરીક્ષાના પરિણામોમાં શક્તિએ ઓલ ઈન્ડિયા રેન્ક 1 મેળવી છે. 

Continues below advertisement

શક્તિ દુબે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની રહેવાસી છે. તેને પ્રયાગરાજમાંથી શાળા અને કૉલેજનું શિક્ષણ પૂર્ણ કર્યું. શક્તિએ અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી બાયોકેમિસ્ટ્રીમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. શક્તિએ 2016 માં પીજી પૂર્ણ કર્યું. તેણે 2018 થી સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી શરૂ કરી.

સાયન્સથી લઇને સિવિલ સર્વિસ સુધીની સફરયુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) સિવિલ સર્વિસીસ પરીક્ષા 2024 માં પ્રથમ સ્થાન મેળવનાર શક્તિ દુબેએ સાબિત કર્યું છે કે સખત મહેનત અને મજબૂત ઇચ્છાશક્તિથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. તેમની શૈક્ષણિક યાત્રા સાયન્સ- વિજ્ઞાનના ક્ષેત્રમાંથી શરૂ થઈ હતી અને દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષામાં ટોચ પર પહોંચી હતી.

Continues below advertisement

શક્તિ દુબેએ અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી બીએસસી કર્યું, ત્યારબાદ તેમણે વર્ષ 2016 માં બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માંથી બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. અભ્યાસ દરમિયાન, તેણીએ વહીવટી સેવામાં જોડાવાનું સ્વપ્ન જોયું અને વર્ષ 2018 થી, તેણી UPSC ની તૈયારીમાં સંપૂર્ણપણે જોડાઈ ગઈ.

નોંધનીય છે કે વિજ્ઞાન પૃષ્ઠભૂમિ હોવા છતાં, શક્તિ દુબેએ UPSC પરીક્ષા માટે રાજનીતિ વિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય સંબંધો (Political Science & International Relations)  જેવા વિષયોને તેમના વૈકલ્પિક વિષય (Optional Subject) તરીકે પસંદ કર્યા. યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ તેમના પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ.

                                                                                                                                                                                    


Education Loan Information:

Calculate Education Loan EMI