POSOCO Jobs 2021:  પાવર સિસ્ટમ ઓપરેશન લિમિટેડ (POSOCO) એ ઇલેક્ટ્રિકલ શાખામાં એપ્રેન્ટિસની જગ્યા માટે અરજીઓ મંગાવી છે. આ પદો માટે પાત્રતા ધરાવતા અને રસ ધરાવતા તમામ ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે. અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ mhrdnats.gov.in પર જવું પડશે. અરજી કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર સુધી છે. છેલ્લી તારીખ (Last date) પછીની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં તેની ઉમેદવારોએ નોંધ લેવી.


ઉંમર મર્યાદા (Age Limit)


 નોટિફિકેશન મુજબ એપ્રેન્ટિસશિપ (apprenticeship) ભરતી માટે વય 18 વર્ષ હોવી જોઈએ. એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગની પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી મેરીટ લિસ્ટમાં કરવામાં આવશે. આ મેરિટ લિસ્ટ ડિપ્લોમામાં ઉમેદવારોએ મેળવેલા માર્ક્સ પર આધારિત હશે. આ પછી ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન (document verification) થશે અને ઈન્ટરવ્યુ (Interview) લેવાશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા જારી કરાયેલ નોટિફિકેશનને (Notification) સારી રીતે વાંચે. ખોટી માહિતી આપેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. ઉપરાંત અયોગ્ય ઉમેદવારોની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.


શૈક્ષણિક લાયકાત (Educational Qualifications)


એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં (Electrical engineering) ડિપ્લોમા હોવો જોઈએ. નોટિફિકેશન અનુસાર, ડિપ્લોમા પ્રમાણપત્ર  (diploma certificate) બે વર્ષથી વધુ જૂનું ન હોવું જોઈએ. આ દરમિયાન ઉમેદવારોને દર મહિને 12000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળશે. સૂચના મુજબ એપ્રેન્ટીસશીપ તાલીમ (apprenticeship training) માટે 6 જગ્યાઓ ખાલી છે. આ એપ્રેન્ટીસશીપ તાલીમ એક વર્ષ માટે રહેશે. પરીક્ષા આપ્યા બાદ પરિણામની રાહ જોઈ રહેલા લોકો પણ અરજી કરી શકે છે.


આ પણ વાંચોઃ Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી


Education Loan Information:

Calculate Education Loan EMI