Educational Qualification of Sidharth Malhotra And Kiara Advani: બોલિવૂડ સ્ટાર્સ માટે લાઈમલાઈટમાં રહેવું સામાન્ય વાત છે. ખાસ કરીને જ્યારે તેમના અંગત જીવન સાથે જોડાયેલી કોઈ ઘટના હોય ત્યારે તે વધુ લાઈમલાઈટમાં આવે છે. તાજેતરમાં જ બોલિવૂડનું ફેવરિટ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાયા છે. જેથી ચારેકોર તેમને જ ચર્ચા થઈ રહી છે. આ બધી ચર્ચાઓ વચ્ચે એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે બંનેએ કેટલો અભ્યાસ કર્યો છે અને કોણ ભણવામાં સારું હતું? જાણો બંનેની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ વિશે.


આ અભિનેતા ક્યાંનો છે?


સિદ્ધાર્થ મલ્હોત્રા દિલ્હીનો છે, જ્યારે કિયારા મુંબઈની છે. બંનેએ પોતપોતાના શહેરમાંથી શાળા અને કોલેજનો અભ્યાસ કર્યો છે. જો ઉચ્ચ શિક્ષણની વાત કરીએ તો બંનેએ સરખો અભ્યાસ કર્યો છે. બંને કલાકારોએ ગ્રેજ્યુએશન કર્યું છે, બસ બંનેના ક્ષેત્ર અલગ છે.


એક કોર્મસથી એક માસ કોમનો વિદ્યાર્થી


સિદ્ધાર્થે કોમર્સમાંથી સ્નાતક કર્યુ છે એટલે કે તે બી.કોમ છે. જ્યારે કિયારાએ માસ કોમ્યુનિકેશનમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. જેથી બંનેમાંથી કોણ વધુ ભણેલુ છે તે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કારણ કે બંને ગ્રેજ્યુએટ છે.


અહીંથી શાળામાં ભણ્યા


સિદ્ધાર્થે પોતાનું સ્કૂલિંગ દિલ્હીની ડોન બોસ્કો સ્કૂલ અને નેવલ પબ્લિક સ્કૂલમાંથી કર્યું છે. ત્યાર બાદ તેણે દિલ્હી યુનિવર્સિટીની શહીદ ભગત સિંહ કોલેજમાંથી B.Com ડિગ્રી લીધી.


કિયારાએ તેનું સ્કૂલિંગ કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલ, મુંબઈથી કર્યું છે. ત્યાર બાદ તેણે મુંબઈની જય હિંદ કોલેજમાંથી માસ કોમ્યુનિકેશનમાં સ્નાતક કર્યું છે. બંનેએ એક્ટિંગમાં આવતા પહેલા આ અંગેની ટ્રેનિંગ લીધી છે.


આ રીતે થઈ કરિયરની શરૂઆત 


સિદ્ધાર્થે એક્ટિંગમાં પ્રવેશતા પહેલા ફેશન મોડલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. બીજી તરફ, કિયારાએ રોશન તનેજા ઇન્સ્ટિટ્યૂટ અને અનુપમ ખેરની એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થયા પછી એક્ટિંગના ક્લાસિસ કર્યા. બંનેને બોલિવૂડ ડાયરેક્ટર કરણ જોહરની નજર પડી અને તેમને ફિલ્મોમાં તક મળી. કિયારા અભ્યાસમાં સારી હતી અને એક રિપોર્ટ અનુસાર તેને 12મામાં 92 ટકા માર્ક્સ મળ્યા હતા.


Kiara-Sidharth : હંમેશા માટે સિદ્ધાર્થની થઈ કિયારા, મિત્રો-પરિવારજનોની હાજરીમાં લીધા 7 ફેરા


સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્નના 7 ફેરા લીધા હતાં. આ સાથે જ કિયારા હંમેશા માટે સિદ્ધાર્થની બની ગઈ હતી. બંને જીવનભર માટે બની ગયા છે. દંપતીએ મિત્રો અને નજીકના લોકોની હાજરીમાં 7 ફેરા લીધા અને 7 જન્મ સુધી સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. વડીલોના આશીર્વાદ સાથે નવા પરિણીત યુગલ તેમના નવા જીવનની શરૂઆત કરી હતી. જાનૈયાઓએ 'સાજન જી ઘર આયે' ગીત સાથે સિદ્ધાર્થ સાથે શાનદાર એન્ટ્રી કરી હતી. જાનૈયાઓએ બોલિવૂડના ગીતો પર જોરદાર ડાન્સ કર્યો હતો.


દંપતીએ પરંપરાગત સિલ્વર રંગનો ડ્રેસ પહેર્યો હતો. શેરવાનીમાં સિદ્ધાર્થ રોયલ લાગતો હતો. 30 વર્ષની કિયારા અડવાણી અને સિદ્ધાર્થના વેડિંગ ડ્રેસને મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યો છે. કિયારા લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે સિદ્ધાર્થ શેરવાનીમાં રોયલ લાગતો હતો. મનીષ મલ્હોત્રાની ટીમે કિયારા-સિદ્ધાર્થના પરિવારના સભ્યો માટે કોસ્ચ્યુમ પણ તૈયાર કર્યા હતા.


 


Education Loan Information:

Calculate Education Loan EMI