પટનાઃ બિહારના મુખ્યમંત્રી હાલ વિધાનસભા ચૂંટણીને લઈ સભાઓ ગજવી રહ્યા છે. આ ક્રમમાં તેઓ સોમવારે એનડીએ ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે ઔરંગાબાદના રફીગંજ વિધાનસભા વિસ્તારમાં આવ્યા તા. જ્યાં તેઓ એનડીએના ઉમેદવારના પક્ષમાં ચૂંટણી સભા સંબોધતા હતા તે દરમિયાન હાજર રહેલા એક વ્યક્તિએ નીતિશ કુમાર ચોર છે નો સૂત્રોચ્ચાર કર્યો હતો.

મુખ્યમંત્રીની સભામાં આ પ્રકારની હરકત બાદ અફડા-તફડાની માહોલ સર્જાયો હતો. પોલીસ તથા જેડીયુના વર્તમાન ધારાસભ્ય અશોક કુમાર સિંહેના સમર્થકો કંઈ સમજે ત્યાં સુધી તે સૂત્રોચ્ચાર કરતો હતો. યુવકનો આક્રોશ જોઈ પોલીસ હરકતમાં આવી અને તેને પકડી લીધો.

આ બાજુ જનસભામાં યુવકને હંગામો કરતો જોઈ મુખ્યમંત્રી નીતિશ કુમારે ત્યાં હાજર પોલીસકર્મીઓને વ્યક્તિના હાથમાં રહેલી ચિઠ્ઠી જોવાનું કહ્યું, ઉપરાંત મીડિયાને અપીલ કરતાં કહ્યું- હંગામો કરી રહેલા વ્યક્તિના હાથમાં જે ચિઠ્ઠી છે તે શું છે. તેના પર તાત્કાલિક કાર્યવાહી કરાશે.  મામલો શાંત થયા બાદ નીતિશ કુમારે જનસભા સંબોધી હતી.