ABP Cvoter Exit Poll Results 2024: સાતમા અને અંતિમ તબક્કાના મતદાન સાથે લોકસભા ચૂંટણીનો જંગ સમાપ્ત થઈ ગયો છે. મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ પણ સામે આવ્યા છે. એબીપી સી વોટરના એક્ઝિટ પોલ સર્વે મુજબ NDA અને I.N.D.I.A ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. જો કે, દેશમાં એવા ઘણા રાજ્યો છે જ્યાં કોંગ્રેસનું ગઠબંધન ચમત્કાર કરી શકે છે.


એબીપી ન્યૂઝ-સીવોટરના એક્ઝિટ પોલ અનુસાર તમિલનાડુ, તેલંગણા, કેરળ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, ગોવા અને પંજાબમાં NDAનો રસ્તો સરળ નથી. અહીં વોટિંગ ટકાવારીની દૃષ્ટિએ INDIA Alliance જીતતું હોય તેવું લાગી રહ્યું છે. આ રાજ્યોમાં બીજેપી ગઠબંધનને ઈન્ડિયા એલાયન્સ તરફથી પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.


કેરળ


કેરળમાં કોંગ્રેસ ગઠબંધનને 42 ટકા, એનડીએને 23 ટકા, એલડીએફને 33 ટકા અને અન્યને 2 ટકા મત મળવાની સંભાવના છે.


તમિલનાડુ


તમિલનાડુમાં ઈન્ડિયા ગઠબંધનને 46 ટકા, એનડીએને 19 ટકા, AIADMને 21 ટકા અને અન્યને 14 ટકા વોટ મળવાની સંભાવના છે.


તેલંગણા


એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલ અનુસાર, તેલંગણામાં ઈન્ડિયા એલાયન્સને 39 ટકા, એનડીએને 33 ટકા, બીઆરએસને 20 ટકા, એઆઈએમઆઈએમને 2 ટકા અને અન્યને 6 ટકા વોટ મળી શકે છે.


ગોવા


ગોવામાં, ઇન્ડિયા એલાયન્સને 46 ટકા, એનડીએને 45 ટકા અને અન્યને 9 ટકા મત મળવાની ધારણા છે.


હરિયાણા


હરિયાણામાં કોંગ્રેસ ગઠબંધનને 45 ટકા વોટ, બીજેપી ગઠબંધનને 42.8 ટકા વોટ અને અન્યને 12.2 ટકા વોટ મળી શકે છે.


પંજાબ


પંજાબમાં ઇન્ડિયા ગઠબંધનને 32.7 ટકા, NDAને 21.3 ટકા અને SADને 21 ટકા મત મળવાની સંભાવના છે.


(એબીપી સી વોટર એક્ઝિટ પોલ સર્વેનું સેમ્પલ સાઈઝ 4 લાખ 31 હજાર 182 છે અને સર્વે 4129 વિધાનસભા સીટો સહિત તમામ 543 લોકસભા સીટો પર કરવામાં આવ્યો હતો. એબીપી સી વોટર સર્વેનું રાજ્ય સ્તર પર  માર્જિન ઓફ એરર + અને -3 ટકા અને પ્રાદેશિક સ્તરે + અને -5 ટકા છે.)