નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019નું સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલ્સ જાહેર થયા હતા. ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર થઈ હોવા છતાં લોકસભા ચૂંટણીમાં 19 સીટો પર ભાજપનો ભગવો લહેરાઇ શકે છે. જ્યારે કોંગ્રેસના ફાળે 6 સીટો આવી શકે છે.
2014ની લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનની તમામ 25 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે 2019ના એક્ઝિટ પોલ પ્રમાણે અહીં ભાજપને 6 બેઠકનું નુકસાન થઈ શકે છે.
2018માં રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. તત્કાલિન મુખ્યમંત્રી વસુંધરા રાજેની હાર થઈ હતી અને રાજ્યમાં અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ રહી હતી.
ABP Exit Poll: પશ્ચિમ બંગાળમાં મમતાના ગઢમાં ગાબડું પાડશે BJP, જાણો કેટલી મળશે સીટ
ગુજરાતમાં ભાજપને કેટલી બેઠકો મળશે ? જાણો શું કહે છે વિવિધ એક્ઝિટ પોલ
ABP Exit Poll: UPમાં મહાગઠબંધનને કેટલી મળશે સીટો, ભાજપને કેટલી બેઠકોનું થશે નુકસાન, જાણો વિગત
ABP Exit Poll: દિલ્હીમાં BJPને કેટલી સીટ મળશે ? આંકડો જાણીને ચોંકી જશો