ABP Exit Poll: પશ્ચિમ બંગાળમાં મમતાના ગઢમાં ગાબડું પાડશે BJP, જાણો કેટલી મળશે સીટ
abpasmita.in | 19 May 2019 08:33 PM (IST)
એક્ઝિટ પોલ મુજબ ભાજપ પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત મેળવી શકે છે. ભાજપને 16, ટીએમસીને 24 અને કોંગ્રેસને 2 સીટ મળી શકે છે.

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ ગયું હતું. જે મુજબ એનડીએને 267, કોંગ્રેસને 127 અને અન્યને 148 બેઠકો મળી શકે છે. એક્ઝિટ પોલ મુજબ ભાજપ પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત મેળવી શકે છે. પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને 16, ટીએમસીને 24 અને કોંગ્રેસને 2 સીટ મળી શકે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં અહીંયા ભાજપને માત્ર 2 સીટ જ મળી હતી. મમતા બેનર્જીની ટીએમસીએ 2014માં 42માંથી 34 સીટ પર વિજય મેળવ્યો હતો. ગુજરાતમાં ભાજપને કેટલી બેઠકો મળશે ? જાણો શું કહે છે વિવિધ એક્ઝિટ પોલABP Exit Poll: UPમાં મહાગઠબંધનને કેટલી મળશે સીટો, ભાજપને કેટલી બેઠકોનું થશે નુકસાન, જાણો વિગતABP Exit Poll: દિલ્હીમાં BJPને કેટલી સીટ મળશે ? આંકડો જાણીને ચોંકી જશો