Gujrat election 2022:

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ગુરૂવાર જાહેર કરેલી 160 ઉમેદવારોની યાદીમાં 38 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાંખી છે. આ ધારાસભ્યોમાં માતર વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો પણ સમાવેશ થતો હતો.


કેસરીસિંહ સોલંકીએ પોતાની બાદબાકીથી નારાજ થઈને ટિકિટ કપાઈ તેના કલાકોમાં તો આણ આદમી પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી નાંખી. બે ટર્મ સુધી ધારાસભ્ય રહેલા કેસરીસિંહ સોલંકીનું પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. આમ આદમી પાર્ટીએ કેસરીસિંહ સોલંકીને માતર વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરીને ચૂંટણી લડાવવાનું પણ એલાન કર્યું છે.


ujarat Assembly Elections 2022: વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. માતર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય  કેસરીસિંહ સોલંકી આમ આદમી પાર્ટી જોડાયા છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની હાજરીમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કેસરીસિંહ સોલંકી બે ટર્મથી માતર વિધાનસભામાં ચૂટાય છે. આમ ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપને પહેલો ઝટકો લાગ્યો છે. ભાજપે ટિકિટ ન આપતા કેસરીસિંહે રાજીનામું ધરી દીધું છે અને હવે તેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે.


 



વિપુલ ચૌધરીએ AAPની ટિકિટ પરથી ચૂંટણી લડવાની કરી જાહેરાત 


: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિપુલ ચોધરીએ વિસનગરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ લઇ ચૂંટણી લડશે. અર્બુદા સેનાના માહા મંત્રી રાજુ ચોધરીએ આ જાણકારી આપી છે. વિસનગરના ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ સામે વિપુલ ચોધરી ઉમેદવારી નોંધાવશે. અર્બુદા સેનાના હોદ્દેદારે સત્તાવાર જાહેરાત કરતા ઉતર ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી છે. જ્યારથી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી અર્બુદા સેના મેદાનમાં આવી ગઈ છે.


શંકરસિંહ વાઘેલા આ તારીખે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની હાજરીમાં પક્ષમાં જોડાશે


ગુજરાતની રાજનીતિના સમીકરણ બદલાય તેવા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રી એન્ટ્રીનો તખ્તો તૈયાર થઈ ગયો છે. 12 તારીખે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં બાપુ કોંગ્રેસમાં જોડાશે. નોંધનીય છે કે, શંકરસિંહ બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પહેલાં જ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. શંકરસિંહ વાઘેલાને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. જો કે હવે તેઓ કોંગ્રેસમાં જોડાશે તે વાત નક્કી છે.


આ બેઠક પર ઉકળતો ચરુ


 ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધામટ ચાલી રહ્યો છે. તો બીજી તરફ બીજેપીએ તેમના ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કરતાં જ કેટલીક સીટો પર નારાજગી પણ સામે આવવા લાગી છે. તમને જણાવી દઈએ કે, નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપે ડો દર્શનાબેન દેશમુખનું નામ જાહેર કર્યું છે. જેવું તેમનું નામ સામે આવ્યું કે, નાંદોદ તાલુકાના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો.


નાંદોદ ભાજપના કાર્યકર્તાઓએ એકઠા થઇ આ ઉમેદવારનો વિરોધ કર્યો હતો અને હર્ષદ વસાવાને અપક્ષ ઉમેદવારી કરવા આગ્રહ કરવાની વાત કરી હતી. આ માટે કાર્યકર્તાઓ ફંડ પણ ઉઘરાવશે. આવતીકાલે હર્ષદ વસાવા અપક્ષમાંથી ઉમેદવારી કરે તેવી સાંભવના છે. હર્ષદ વસાવા ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપે તેવી શકયતા છે. હર્ષદ વસાવાના સમર્થનમાં ભાજપના હજારો કાર્યકર્તાઓ આવતીકાલે રાજીનામાં આપશે.