Gujrat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે  ફરી ભાજપનું રાજ્યમાં શાસન લાવવા ભાજપ એડીચોટીનું જોર કરી રહી છે.  આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 5 જિલ્લામાં જનસભાને ગજવશે.


અમિત શાહે ગુજરાતમાં પ્રચારને વેગવંતો બનાવ્યો છે. આજે તેઓ  5 જિલ્લામાં જનસભાને સંબોધશે તો  નાંદોદમાં રોડ શોનું આયોજન છે.


અમિત શાહ 5 જિલ્લામાં કરશે પ્રચાર


કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે 5  સભા યોજશે. તેઓ સૌ પ્રથમ નડિયાદમાં મહુધા વિધાનસભા બેઠક માટે શાહ પ્રચાર કરવા જશે. ત્યાર બાદ ઝાલોદ અને વાગરામાં અમિત શાહ જાહેરસભાને સંબોધશે, તો નાંદોદમાં સૂર્ય દરવાજાથી હરસિદ્ધિ માતાના મંદીર સુધી અમિત શાહો રોડ શો યોજાશે. અને રાત્રે અમદાવાદના નરોડામાં જાહેરસભાને સંબોધિત કરશે અને મતદારોને રીઝવવા પ્રયત્ન કરશે.


નડિયાદમાં મહુધાની વિધાનસભાની બેઠક પર  સંજય મહિડાને ભાજપે ટિકિટ આપી છે, તેનો મુકાબલો તેનો મુકાબલો કોંગ્રેસના ઇન્દ્રજીત પરમાર સામે છે.  તો અહીં આમઆદમી પાર્ટીના રવજીભાઇ વાઘેલા  પણ મેદાને છે. ઝાલોદ અને વાગરાની વાત કરીએ તો અહી ઝાલોદમાં


ઝાલોદમાંથી ભાજપે મહેશ ભૂરિયાને મેદાને ઉતાર્યા છો તો તેની સામે કોંગ્રેસે ડોક્ટર મિતેશ ગરાસિયાને ટિકિટ આપી છે. જ્યારે અહીં આમ આદમી પાર્ટીના અનિલ ગરાસિયા પણ મેદાનેછે. આજે શાહ મહેશ ભુરિયા માટે પ્રચાર કરશે. ગાગરા વિધાસભાની બેઠકની વાત કરીએ તોઅહીં અરૂણસિંહ રાણાનો સીધો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ અને આમ આદમી પાર્ટીના જયરાજ સિંહ સામે છે. અમિત શાહ આજે અરૂણસિંહને વિજયી બનાવવા અહીં જનસભા યોજશે. અમિત શાહ આજે અમદાવાદની નરોડાની બેઠક માટે પણ જનસભા યોજીને ભાજપના ઉમેદવાર ડોક્ટર પાયલબેન કુકરાણીને જીતાડવા માટે અપીલ કરશે. પાયલબેનનો મુકાબલો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઓમ પ્રકાશ તિવારી સાથે છે. અહીં એનસીપીએ મોઘરાજડોડવાણીને ટિકિટ આપી છે.


નાંદોદમાં ડોક્ટર દર્શનાબેન દેશમુખ સામે કોંગ્રેસના હરેશ વસાવા અને આમ આદમી પાર્ટીના પ્રફુલ વાસાવા સામે મુકબલો છે. અહીં અમિત શાહ રોડ શો દ્રારા દર્શનાબેનને વિજયી બનાવવા માટે રોડ શો યોજશે.


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન બે તબક્કામાં થશે, એક અને  5 ડિસેમ્બરે, જ્યારે મત ગણતરી હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે થશે. ગુજરાતની કુલ 182 સભ્યોની વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં 89 બેઠકો અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાતમાં છેલ્લી છ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સતત જીત નોંધાવી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.