Lok Sabha 2024:લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે. આજે અમિત શાહ લોકસભાની ગાંધીનગરની બેઠકને જીતવા માટે ભવ્ય રોડ સાથે જનસભાને સંબોધશે. ગાંધીનગરને બાદ કરતા તમામ છ વિધાનસભામાં રોડ શો યોજશે. રોડ શોના માધ્યમથી અમિત શાહ  લોકસંપર્ક કરશે. સાણંદથી અમિત શાહ રોડ શોની શરુઆત કરશે. સાણંદ બાદ કલોલ અને અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે. આ સમયે ભાજપ આગેવાનો, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. સાંજે વેજલપુરમાં અમિત શાહની જંગી સભાનું આયોજન કરશે. રોડ શોમાં ભાગ લેનારને હાથ અને માથાના ભાગે કમળના સ્ટેમ્પ લગાવાયા છે.


સી.આર પાટીલ આજે નવસારી બેઠક પર ફોર્મ ભરશે


 પાટીલ નવસારીમાં શક્તિ પ્રદર્શન કરશે. ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ  પણ ઉપસ્થિત રહેશે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સી.આર પાટીલે માતાના આશીર્વાદ લીધા હતા. માતા અને વડીલોના આશીર્વાદ લઈને તેઓ નવસારી જવા માટે રવાના થયા હતા. સી.આર. પાટીલની ઉમેદવારીને લઈને કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પાટીલનો ચાર કિલોમીટરનો લાંબો રોડ શોનો પણ આયોજન છે રોડ શો માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આટલું જ નહિ ગરમીને લઇને  છાશના સ્ટોલ લાગાવામાં આવ્યા  છે.  સુરક્ષા માટે રોડ શોના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સી.આર પાટીલ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ફરી એકવાર મોદી સરકારના  બેનર લાગ્યા છે. ચૂંટણીને લઇને નવસારી શહેર ભાજપના કેસરીયા રંગમાં રંગાયું છે.


      ઉલ્લેખનિય છે કે, લોકસભાની ચૂંટણીનું પ્રથમ રાઉન્ડ 19 એપ્રિલથી શરૂ થશે. 7 મેએ ગુજરાતની બેઠકો માટે વોટિંગ થશે.શુક્રવારે (19 એપ્રિલ, 2024) લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન, દેશના 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર મતદાન થશે.


 102 બેઠકોમાંથી અરુણાચલ પ્રદેશની બે, આસામની પાંચ, બિહારની ચાર, છત્તીસગઢની એક, મધ્યપ્રદેશની છ, મહારાષ્ટ્રની પાંચ, મણિપુરની બે, મેઘાલયની બે, મિઝોરમની એક, નાગાલેન્ડની એક, રાજસ્થાનની 12 બેઠકો છે. , સિક્કિમમાંથી 12 ઉત્તર પ્રદેશમાં, તામિલનાડુમાં 39, ત્રિપુરામાં એક, યુપીમાં આઠ, ઉત્તરાખંડમાં પાંચ, પશ્ચિમ બંગાળમાં ત્રણ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં એક, જમ્મુ અને કાશ્મીરમાં એક બેઠક છે. લક્ષદ્વીપ અને પુડુચેરીમાં મતદાન થશે .


લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર સાંજે 6 વાગ્યે (17 એપ્રિલ 2024) બંધ થઈ ગયો. પ્રથમ તબક્કાનું મતદાન શુક્રવારે (19 એપ્રિલ 2024) થવાનું છે. મતદાનની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં મતદાન બાદ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી પૂર્ણ થશે. આઠ કેન્દ્રીય મંત્રીઓ સાથે રાજ્યપાલની પ્રતિષ્ઠા આ વખતે દાવ પર છે. આ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં ​​કેદ થઈ જશે.