Gujarat Politics:લોકસભાની ચૂંટણી સમયે ભાજપમાં સતત વેલકમ પાર્ટી ચાલી રહી છે. અશોક ડાંગર આજે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ અશોક ડાંગરને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. ભરત ડાંગર સાથે રવિભાઈ ડાંગર, ભરતભાઈ મકવાણા,ભીખુભાઈ ગજેરા સામે   ભાજપમાં જોડાયા છે. આ સાથે અન્ય 200 કાર્યકર્તાએ પણ કેસરિયો ઘારણ કર્યો છે.આ અવસરે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા  પણ ઉપસ્થિત હતા. ભરત ડાંગરે કેસરિયો ધારણ કરતા જ કોંગ્રેસ પાર્ટી પર કેટલાક પ્રહાર કર્યાં હતા.


ભરત ડાંગરે રાજીનામા બાદ કોંગ્રેસ પર કર્યાં આકરા


 ભરત ડાંગરે કહ્યું, , ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ  પણ અશોક ડાંગર પર  શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ઘરમાં રહીને ઘા કરવાની ઈન્દ્રનીલભાઈની ફિતરત છે. વાણીવિલાસ કરનારાઓને કૉંગ્રેસ કાઢી નથી શકતી,સારો એ મારો નહીં, મારો એ સારો તેવી કૉંગ્રેસની નીતિ આ નિતિ છે.”


ઈન્દ્રનીલ રાજ્યગુરૂ પર અશોક ડાંગરના ગંભીર આરોપ


ઈન્દ્રનીલ રાજ્યગુરૂ પર અશોક ડાંગરે  ગંભીર આરોપ લગાવ્યો છે. સાંજે સાત વાગ્યા બાદ ઈન્દ્રનીલભાઈ ગમે તે બોલી શકે, કૉંગ્રેસમાં જૂથવાદ છે એ નક્કી છે, કૉંગ્રેસ હવે દરરોજ તૂટવાની છે, રાજકોટ કૉંગ્રેસના કાંગરાને હું ધરમૂળથી ઉખેડી નાંખીશ,સિદ્ધાંત સાથે હું ક્યારેય બાંધછોડ નથી કરતો એટલે કોંગ્રેસ પાર્ટી છોડું છુ, ”.


ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ગાંધીજી વિશે  શું કહ્યું, 


લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં પ્રચંડ પ્રસાર કાર્ય ચાલી રહ્યું છે. જો આ બધાની સાથે નેતાઓની બેલગામ નિવેદનબાજી પણ સામે આવી રહી છે. જેના કારણે વિવાદ અને વિરોધ સર્જાઇ રહયાં છે. હવે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ ગાંધીજીની સાથે રાહુલ ગાંધીની સરખામણી કરીને વિવાદનો મધપૂડો છેડ્યો છે.


જો કે ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદનથી કૉંગ્રેસના નેતાઓએ કિનારો  કર્યો છે.  બિમલ શાહે કહ્યું છે કે, “ગાંધીજી અને રાહુલ ગાંધીની  સરખામણી ન થઇ શકે. શબ્દો પકડવા કરતા મર્મ પકડવો વધુ જરૂરી,રાહુલ ગાંધી તો ફક્ત બાપુના આદર્શોને લઈ  આગળ વધી રહ્યા છે.”


ઇન્દ્રનીની રાજ્યગુરૂએ શું આપ્યું હતું નિવેદન


રાજકોટ ખાતે હેદર ચોકમાં કોંગ્રેસનાં ઉમેદવર પરેશ ધાનાણીની પ્રચાર સભા યોજાઇ હકી આ અવસરે  કોંગ્રેસનાં નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ વિવાદ કરતું  નિવેદન આપ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ ગાંધીજીને રાહુલ ગાંધી સાથે સરખાવ્યા છે. તેમણે કહ્તેયું હતું કે, "દેશમાં બીજા કોઈ ગાંધી મળશે તો એ રાહુલ ગાંધી હશે. રાહુલ ગાંધી સાચા અને નિખાલસ માણસ છે."