છત્તીસગઢની દુર્ગ લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પત્રકારોના સવાલોના જવાબ આપતી વખતે બીજેપીના ફાયરબ્રાન્ડ નેતા અને કેન્દ્રીય મંત્રીએ પ્રિયંકા ગાંધીને તાકીને સીધુ નિવેદન કહ્યું હતું. તેમને કહ્યું કે ‘‘તેમના પતિ પર ચોરીનો આરોપ છે, ચોરની પત્નીને કેવી નજરથી જોવામાં આવે છે, હિન્દુસ્તાન તેને તે જ નજરથી જોશે, તેને કોઇ વૉટ ના આપે.’’
પ્રિયંકા ગાંધીના બનારસથી ચૂંટણી લડવાના સવાલ પર ઉમા ભારતીએ આવી તીખી પ્રતિક્રિયા આપી હતી.
નોંધનીય છે કે, બનારસ બેઠક પરથી બીજેપીની ટિકીટ પરથી પીએમ મોદી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ સમર્થકોએ પ્રિયંકા ગાંધીને અહીંથી લડવા માટે આગ્રહ કર્યો હતો.