પણજી પેટા ચૂંટણીઃ પર્રિકરના પુત્રને ન મળી ટિકિટ, જાણો ભાજપે કોને બનાવ્યા ઉમેદવાર
abpasmita.in | 28 Apr 2019 09:04 PM (IST)
ભારતીય જનતા પાર્ટીએ પણજી સહિત કર્ણાટકની બે સીટોની પેટાચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા
પણજીઃ ભારતીય જનતા પાર્ટીએ પણજી સહિત કર્ણાટકની બે સીટોની પેટાચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા હતા. પણજીથી ભાજપે પૂર્વ ધારાસભ્યા સિદ્ધાર્થ કુંકોલિએંકરનો ઉમેદવાર બનાવ્યા છે. આ સીટથી ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકર પ્રતિનિધિત્વ કરતા હતા. 17 માર્ચે તેમના નિધન બાદ આ સીટ ખાલી પડી હતી. પણજીથી ભાજપ મનોહર પર્રિકરના દીકરા ઉત્પલને ટિકિટ આપશે તેવી અટકળો હતી. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સિમિતિએ રવિવારે બપોર બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ગોવામાં 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં આ સીટ પરથી સિદ્ધાર્થ જ વિજેતા બન્યા હતા. બાદમાં તેમણે પર્રિકર માટે આ સીટ ખાલી કરી હતી. પર્રિકર તે સમયે રક્ષા મંત્રી હતા અને તેમને ગોવાના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.