Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાનું પહેલા તબકકાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાશે, ત્યારે પહેલા તબક્કાની ચૂંટણી માટે આજે થશે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યારે આ દિગ્ગજો આજે સભાને ગજવશે.
ગુજરાત વિધાનસભાનું પહેલા તબકકાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાશે, ત્યારે પહેલા તબક્કાની ચૂંટણી માટે આજે થશે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યારે પ્રચાર માટે આ દિગ્ગજો આજે મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનિય છે કે, પહેલા તબકકામાં 1 ડિસેમ્બરના 19 જિલ્લાની 89 બેઠકો માટે મતદાન થશે.
અમિત શાહની આજે 4 સભાને કરશે સંબોઘિત
પહેલા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે આજે અમિત શાહ 4 સભાને ગજવશે. આજે તેઓ દાહોદના ઝરી બુર્જગમાં બપોરે 12:30 કલાકે જનસભાને સંબોધિત કરશે તો ઠાસરમાં બપોરે 2 લાગ્યે સભાને સંબોધશે. કપડવંજના કાભાઇના મુવાડામાં 3:30 સભાને સંબોઘિત કરશે. તો સાંજે 8 વાગ્યે અમદાવાદના અમરાઇવાડીમાં જનસભાને સંબોધિત કરશે.ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે ત્રણ જીલ્લામાં કરશે પ્રચાર કરશે. વડોદરાના રાવપુરા , દાહોદ દેવગઢબારિયા અને ભાવનગરમાં સભા ગજવશે.
સ્મૃતિ ઇરાની ગજવશે 2 સભા
ભાવનગર જિલ્લાની સાત અને કચ્છની છ બેઠકો માટે આજે દિગ્ગજો પ્રચાર કરશે. જે.પી. નડ્ડા ભાવનગરમાં રોડ શો યોજશે, તો સ્મૃતિ ઈરાની આજે અમદાવાદમાં 2 સભાને સંબોધિત કરશે. સ્મૃતિ ઇરાની આજે સાંજે 6:30 વાગ્યે એમજી ફાર્મ વેજલપુરમાં જનસભા સંબોધશે. તો રાત્રે 8 વાગ્યે પોસ્ટઓફિસ પાસે ઘી કાંટામાં જનસભાને સંબોધિત કરશે.
પુરૂષોતમ રૂપાલા 3 સભાને કરશે સંબોધિત
પુરૂષોતમ રૂપાલા આજે આજે ઊંઝામાં 3 વાગ્યે સભાને સંબોધિત કરશે તો વસઇને 5:30 વાગ્યે સભા સંબોધશે. અમદાવાદમાં નિકોલમાં સાજે 7:30 વાગ્યે ઝંઝાવાતી પ્રચાર કરશે.
Gujarat ABP-CVoter Opinion Poll: ગુજરાતમાં કોની સરકાર બનશે, ભાજપ-કૉંગ્રેસ કે આમ આદમી પાર્ટી ? જાણો સર્વેમાં શું થયો ખુલાસો
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એબીપી સીવોટરે સર્વે કર્યો છે કે રાજ્યમાં કોની સરકાર બનશે અને કોને કેટલી બેઠકો મળશે. આ સર્વેમાં સામે આવ્યું છે કે વિક્રમી બેઠકની જીત સાથે ભાજપની સરકાર બનવાના સંકેત છે. 182માંથી ભારતીય જનતા પાર્ટીને 134થી 142 બેઠકો મળી શકે છે. કૉંગ્રેસને 28-36 બેઠકો મળવાની શક્યાતા છે. જ્યારે આમ આદમી પાર્ટીને 7-15 બેઠકો મળવાની શક્યતા છે.
ભાજપ - 134-142
કૉંગ્રેસ- 28-36
આમ આદમી પાર્ટી- 7-15
અન્ય- 0-2
વોટ શેર
ભાજપ - 43.90
કૉંગ્રેસ- 31.10
આમ આદમી પાર્ટી- 19.60
અન્ય- 5.30
શું AAP ની એન્ટ્રીથી સૌરાષ્ટ્ર -કચ્છના સમીકરણો બદલાશે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના મતદારોનો મિજાજ મહત્વનો ભાગ ભજવે છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતના સમિકરણો બદલાશે તે નક્કી છે. આ અંગે સૌરાષ્ટ્ર અને કચ્છના મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે. તમને જમાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 54 બેઠકો આવેલી છે. ABP-CVoter Opinion Poll માં સામે આવ્યું છે કે આ વખતે બીજેપીને 54માંથી 38થી 42 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ફાળે 4થી 8 અને આમ આદમી પાર્ટીને 7થી 9 અને અન્યને 0થી 1 બેઠક મળી શકે છે. જો વોટ શેરની વાત કરીએ તો 41.9 ટકા બીજેપીને, 23.50 ટકા કોંગ્રેસને, 27.80 ટકા આમ આદમી પાર્ટીને અને 6.7 ટકા અન્યને મળી શકે છે.
આ સમયે ક્યો મુદ્દો સૌથી મહત્વનો છે ?
બેરોજગારી= 37.5%
વીજળી/ પાણી/રોડ= 18.2 %
કોરોના સમયે સરકારની કામગીરી= 4.2%
ખેડૂતોના પ્રશ્નો= 13.0%
કાયદો અને વ્યવસ્થા= 2.8%
સરકારી કામમાં ભ્રષ્ટાચાર= 4.5%
રાષ્ટ્રીય મુદ્દા= 2.3%
મોંઘવારી= 4.3%
બીજા મુદ્દા= 13.4%
ટોટલ= 100%
વર્તમાન ગુજરાત સરકારની કામગીરીને કેટલા ટકા આપશો?
સારી= 46.9%
સરેરાશ= 22.6%
ખરાબ= 30.5%
ટોટલ= 100%
મુખ્યમંત્રીની કામગીરીને કેટલા ટકા આપશો?
સારી= 46.1%
સરેરાશ= 26.8%
ખરાબ= 27.1%
ટોટલ= 100%
પ્રધાનમંત્રી મોદીના પર્ફોમન્સને કેટલા ટકા આપશો?
સારી= 65.3%
સરેરાશ= 14.6%
ખરાબ= 20.1%
ટોટલ= 100%
નોંધઃ સી-વોટરે ઓક્ટોબરમાં abp ન્યૂઝ માટે આ સર્વે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી ન્યૂઝ આ માટે જવાબદાર નથી.