chhattisgarh Exit Poll Result 2024 Lok Sabha Election: છત્તીસગઢની લોકસભા બેઠકોને લઇને ABP ન્યૂઝ માટે સી વોટરે એક્ઝિટ પોલ હાથ ધર્યો હતો, જેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.  એક્ઝિટ પોલના પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક છે. છત્તીસગઢમાં લોકસભાની 11 બેઠકો એવી છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો. એક્ઝિટ પોલમાં ભાજપ મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. અહીં કોંગ્રેસને શૂન્યથી એક બેઠક અને ભાજપને દસથી 11 બેઠકો મળતી જોવા મળી રહી છે.


નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાને કારણે 11 બેઠકો પર અલગ-અલગ તબક્કામાં મતદાન થયું હતું. અહીંના મતદાનના આંકડા દેશના અન્ય ભાગો કરતા સારા રહ્યા છે અને તેમના 2019ના આંકડામાં પણ સુધારો થયો છે. 2019માં 71.64 ટકા મતદાન થયું હતું જ્યારે 2024માં 72.17 ટકા મતદાન થયું હતું.


કોને કેટલા મત મળ્યા?


જો આપણે પક્ષોની તુલના કરીએ તો ભાજપે 11માંથી 9 બેઠકો જીતી હતી અને 50.70 ટકા મત મેળવ્યા હતા, જ્યારે કોંગ્રેસને 40.91 ટકા મત મળ્યા હતા અને તેણે બે બેઠકો જીતી હતી. એક્ઝિટ પોલ અનુસાર 18મી લોકસભા ચૂંટણીમાં ભાજપને 61 ટકા વોટ મળ્યા છે જ્યારે કોંગ્રેસને 33 ટકા વોટ મળ્યા છે.


છત્તીસગઢની લોકસભા બેઠકો


છત્તીસગઢમાં બસ્તર, રાજનાંદગાંવ, મહાસમુંદ, કાંકેર, સુરગુજા, રાયગઢ, જાંજગીર ચાંપા, કોરબા, બિલાસપુર, દુર્ગ અને રાયપુર લોકસભા બેઠકો છે. જેમાં નક્સલ પ્રભાવિત બસ્તરમાં પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. ત્રણેય તબક્કામાં મતદાનના આંકડા સારા રહ્યા હતા. બીજા તબક્કામાં 68.29 ટકા, બીજા તબક્કામાં 76.24 ટકા અને ત્રીજા તબક્કામાં 71.98 ટકા મતદાન થયું હતું.                                


(એબીપી સી વોટર એક્ઝિટ પોલ સર્વે કર્યો હતો. તેનું સેમ્પલ સાઈઝ 4 લાખ 31 હજાર 182 છે અને આ સર્વે 4129 વિધાનસભા સીટો સહિત તમામ 543 લોકસભા સીટો પર કરવામાં આવ્યો હતો. એબીપી સી વોટર આ સર્વેનું રાજ્ય સ્તર પર માર્જિન ઓફ એરર પ્લસ અને માઇનસ 3 ટકા અને પ્રાદેશિક સ્તર પર પ્લસ અને માઇનસ 5 ટકા છે. )