કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં છ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયા બાદ મુખ્યમંત્રી મમતાએ બીજેપી પર કેન્દ્રીય દળોના ઉપયોગ વૉટિંગ માટે કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) અધ્યક્ષ મમતાએ વડાપ્રધાન મોદીને ખુલ્લી ધમકી પણ આપી હતી, મમતાએ મોદીને ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે, હું એક એક ઇંચનો બદલો લઇશ. તમે મને અને બંગાળને વારંવાર બદનામ કર્યુ છે.

મમતા બેનર્જીએ દક્ષિણ પરગના જિલ્લાના બસંતી વિસ્તારમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું કે, “હું કેન્દ્રીય દળોનું અપમાન નથી કરી રહી, પણ તેમને મતદારોને પ્રભાવિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળોની નિયુક્તિ કરવાના નામ પર બીજેપી જબસદસ્તીથી આરએસએસ અને બીજેપી કાર્યકર્તાઓને અહીં મોકલી રહી છે.’’



વધુમાં કહ્યું કે, “મને શક છે કે આરએસએસ કાર્યકર્તાઓને (કેન્દ્રીય દળોની) વર્દીમાં પશ્ચિમ બંગાળમાં મોકલવામાં આવી રહ્યાં છે.”

મમતાએ કહ્યું કે, ભવિષ્યમાં દિવસ આવશે જ્યારે હું એક એક ઇંચનો બદલો લઇશ, હત્યા કરીને નહીં પણ તેની કિંમત તેમને ચૂકવવી પડશે. તમે અનેકવાર મને અને બંગાળને બદનામ કર્યુ છે.