Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ શિસ્તબંધ કહેવાતી ભાજપ પાર્ટીમાં પણ ઉમેદવારોના નામને લઇને વિખવાદ જોવા મળી રહ્યો છે. અમરેલી લોકસભાની બેઠકના ઉમેદવારને લઇને ભાજપમાં અંદરો અંદરના મતભેદ સપાટી પર જોવા મળી રહ્યાં છે. લોકસભા ટિકિટને લઈને અમરેલી જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. મોડી રાત્રે ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી સર્જાઇ હતી. ઉમેદવાર બદલવાની રજૂઆત કરનાર હિરેન વિરડીયા પર હુમલો થયો છે.ભાજપના બંન્ને જૂથ વચ્ચે મારામારી થતા વિવાદ વધુ વકર્યો છે. વિવાદને શાંત પાડવા સાંસદ કાછડીયા ઘટનાસ્થળે પહોચ્યાં છે. જો કે અહીં કાછડિયા સાથે પણ ઝપાઝપી થઇ હોવાના અહેવાલ છે. કાર્યવાહીમાં વિલંબ થતાં સાંસદ કાછડિયા પોલીસ પર ભડક્યાં હતા. ભાજપના બંને જુથના કાર્યકરોને મારામારીમાં ઇજા પહોંચતા સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે.
અમરેલી ભાજપમાં વિખવાદ? ઉમેદવાર બદલવાની માંગના લાગ્યા પોસ્ટર
એક બાજુ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં નારાજગી છે. ઠેર ઠેર રાજપૂત સમાજ રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યો છે. તો બીજી તરફ અમરેલીમાં પણ ભાજપની મુશ્કેલી વધતી હોય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં અહીં પોસ્ટર લાગ્યાં છે. ધારીના દેવળા ગામે પોસ્ટર લાગ્યાં છે. અમરેલીમાં ઉમેદવાર બદલવાની માગ સાથેના પોસ્ટર વોર જોવા મળી રહી છે.અહીંના ઉમેદવાર ભરત સુતરિયે બદવાના પોસ્ટર લાગ્યા છે. હવે અમરેલી જિલ્લા ભાજપમાં એવો ઘાટ ઘડાયો છે કે એક પાર્ટી ભાજપમાં લોકસભાના અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનનું એક જુથ અને તેના સામે તેને લડવા ન દેવા માંગતા ભરત સુતરિયાના વિરોધીનું એક જુથ ઉભું થયું છે. અમરેલીના દેવળા ગામમાં ગઇ કાલે ભરત સુતરિયાના વિરોધમાં પોસ્ટર લાગ્યાં હતા.