Congress Candidates 14th List: કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગોવા, મધ્યપ્રદેશ અને દાદરની એમ 6 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રવીણ પાઠકને મધ્યપ્રદેશની ગ્વાલિયર બેઠક પરથી અને સત્યપાલ સિંહ સિકરવારને મોરેનાથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવારોની આ 14મી યાદી છે.


કોંગ્રેસની 14મી યાદીમાં કોને ક્યાંથી ટિકિટ મળી



  • ઉત્તર ગોવાથી રમાકાંત ખાલપને આપી ટિકિટ

  • દક્ષિણ ગોવા વિરિયાટો  ફર્નાન્ડિસને આપી ટિકિટ

  • મધ્ય પ્રદેશ મોરેના સત્યપાલ સિંહ સિકરવારને મેદાને ઉતાર્યા

  • મધ્યપ્રદેશના ગ્વાલિયરથી પ્રવીણ પાઠકને મળી ટિકિટ

  • મધ્યપ્રદેશ ખંડવા નરેન્દ્ર પટેલ લડશે ચૂંટણી

  • દાદરા અને નગર હવેલી દાદરાથી  અજીત રામજીભાઈ મહાલાને આપી ટિકિટ


અગાઉ, કોંગ્રેસે ગુરુવારે (4 એપ્રિલ, 2024) લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની 13મી યાદી બહાર પાડી હતી. આ યાદીમાં ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને આ ત્રણેય ઉમેદવારોને ગુજરાતની લોકસભા બેઠકો (સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા)માંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. પાર્ટીએ સુરેન્દ્રનગરથી ઋત્વિકભાઈ મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે.


 કોંગ્રેસે અત્યાર સુધીમાં 241 ઉમેદવારો જાહેર કર્યા છે


કોંગ્રેસે તેની 14 યાદીમાં અત્યાર સુધીમાં કુલ 241 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 14મી યાદી જાહેર થયા પહેલા પાર્ટીએ 13 અલગ-અલગ લિસ્ટમાં 235 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, શુક્રવારે વધુ 6 ઉમેદવારોના નામ જાહેર થયા બાદ આ સંખ્યા વધીને 241 થઈ ગઈ છે. દેશમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે. 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ  છઠ્ઠા તબક્કામાં મતદાન થશે અને મત ગણતરી 4 જૂન, 2024ના રોજ થશે.


પાર્ટીએ એક દિવસ પહેલા મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો


કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે (5 એપ્રિલ 2024) લોકસભા ચૂંટણી 2024 માટે તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. તેને ન્યાય પત્ર નામ આપવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટો 5 'ન્યાય' અને 25 'ગેરંટી' પર આધારિત છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં દરેક વર્ગ માટે ઘણા વચનો આપ્યા છે.