અમદાવાદઃ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના નજીકના ગણાતા એક ઠાકોર નેતા ભાજપમાં જોડાતા ફરી ચકચાર મચી ગઈ છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના ક્વોટામાંથી ગોવિંદજી હીરાજી સોલંકીને ટિકીટ મળી હતી અને તેઓ કોંગ્રેસની ટિકીટ પર ગાંધીનગર સાઉથની સીટ પરથી ચૂંટણી લડ્યા હતા.


જોકે, ભાજપના શંભુજી છેલાજી ઠાકોર સામે તેમનો પરાજય થયો હતો. ગોવિંદજી અલ્પેશના નજીકના મનાય છે અને ગાંધીનગર ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ પણ છે. ત્યારે આજે તેઓ ભાજપમાં જોડાઇ ગયા છે.